પંચમહાલમાં નલ સે જલ યોજના નિષ્ફળ!
પંચમહાલમાં નલ સે જલ યોજના નિષ્ફળ!
Published on: 28th May, 2026

પંચમહાલના શહેરા તાલુકાના ધામણોદ ગામમાં નલ સે જલ યોજનાની નિષ્ફળતા સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના અનેક ફ્ળિયાઓમાં ઘરે-ઘરે પાણી પહોંચાડવાનો સરકારનો દાવો માત્ર કાગળ પર જ રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ પાણીની તંગી સર્જાતા, ગ્રામજનો ટીપે-ટીપે પાણી માટે વલખાં મારી રહ્યા છે. લાખ્ખો રૂપિયાના ખર્ચે કરાયેલી કામગીરી શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે.