ગીર સોમનાથની કેસર કેરીની સિઝન સોનેરી બની.
ગીર સોમનાથની કેસર કેરીની સિઝન સોનેરી બની.
Published on: 28th May, 2026

ગીર સોમનાથના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વિશ્વપ્રસિદ્ધ કેસર કેરીની બમ્પર આવક થઈ રહી છે. ચાલુ સિઝનના માત્ર 39 દિવસમાં 5.51 લાખ બોક્સની આવક નોંધાઈ, જે ગત વર્ષ કરતાં એક લાખ બોક્સ વધુ છે. સારી ગુણવત્તા અને પાકને કારણે ખેડૂતોને અત્યાર સુધીમાં રૂ. 100 કરોડથી વધુની આવક થઈ છે. હાલ દરરોજ સરેરાશ ૨૫ હજારથી વધુ કેરીના બોક્સની આવક થઈ રહી છે. ૧૫ જૂન સુધીમાં આ સિઝન તેના ઈતિહાસની સૌથી મોટી બની શકે છે.