મહેસાણામાં પેપરમિલની દુર્ગંધથી ચાર ગામો ત્રસ્ત
મહેસાણામાં પેપરમિલની દુર્ગંધથી ચાર ગામો ત્રસ્ત
Published on: 25th August, 2026

મહેસાણા નજીકના સામેત્રા, મરેડા, ઇન્દિરાપુરા અને ગોકળગઢ ગામો પેપર મિલની દુર્ગંધથી ખૂબ જ પીડાઈ રહ્યા છે. લોકોને માથું દુઃખવું, આંખો બળવી અને ચક્કર આવવા જેવી અનેક સમસ્યાઓ થઈ રહી છે, પરંતુ રિપોર્ટ નોર્મલ આવે છે. આ પરિસ્થિતિને કારણે ગામલોકોએ વિરોધ રૂપે બાળકોને શાળાઓમાં મોકલવાનું બંધ કરી દીધું છે. દિવ્ય ભાસ્કરે આ મુદ્દે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું છે.