છાણમાંથી ફાઈબર અને લિક્વિડ ફર્ટિલાઈઝર બનાવતું મશીન તૈયાર કર્યું
છાણમાંથી ફાઈબર અને લિક્વિડ ફર્ટિલાઈઝર બનાવતું મશીન તૈયાર કર્યું
Published on: 14th August, 2026

ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકો અને ખેડૂતો માટે ગાયના છાણમાંથી રોજિંદી કમાણી કરવાની ઉત્તમ તક ઉભી થઈ છે. વડોદરાની MS યુનિવર્સિટીના સંશોધકોએ એક એવું મશીન વિકસાવ્યું છે જે છાણમાંથી ઉપયોગી ફાઈબર અને લિક્વિડ ફર્ટિલાઈઝરનું ઉત્પાદન કરે છે. આ ટેકનોલોજી દ્વારા, ૧૦ કિલો છાણ અને ૧૦ લિટર પાણીમાંથી લગભગ સાત કિલો ફાઈબર મેળવી શકાય છે, જેનો ઉપયોગ અગરબત્તી, વર્મી કમ્પોસ્ટ ખોરાક, અને પૂઠા બનાવવા માટે થાય છે. બાકી રહેલું પાણી ઉત્તમ લિક્વિડ ફર્ટિલાઈઝર તરીકે નર્સરીઓમાં માંગ ધરાવે છે. આ મશીન ૦.૫ હોર્સ પાવરની મોટર પર ચાલે છે અને સોલર પેનલથી પણ સંચાલિત થઈ શકે છે.