ગોધરાના ખેડૂતોએ જમીનના વળતરની માંગ સાથે કલેક્ટર કચેરી ઘેરી
ગોધરાના ખેડૂતોએ જમીનના વળતરની માંગ સાથે કલેક્ટર કચેરી ઘેરી
Published on: 11th September, 2026

ગોધરા તાલુકાના ખેડૂતો, જેમની જમીન અમદાવાદ-ઈન્દોર હાઇવે માટે સંપાદિત કરવામાં આવી હતી, તેઓ છેલ્લા 12 વર્ષથી યોગ્ય વળતર માટે લડી રહ્યા છે. ખેડૂતોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સુધી તેમની માંગ પહોંચાડવા વિનંતી કરી. પુનઃ નવી જમીન સંપાદનની નોટિસોથી ખેડૂતો ચિંતિત છે. જો વળતરનો પ્રશ્ન નહિ ઉકેલાય, તો આગામી ચૂંટણી બહિષ્કાર, હાઇવે ચક્કાજામ અને ભૂખ હડતાળ જેવા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.