પશુપાલનથી મહિને ₹1 લાખ નફો: ગાંધીનગરના શ્રેષ્ઠ પશુપાલકની સફળતાની કહાણી
પશુપાલનથી મહિને ₹1 લાખ નફો: ગાંધીનગરના શ્રેષ્ઠ પશુપાલકની સફળતાની કહાણી
Published on: 22nd January, 2026

ગાંધીનગરના શ્રેષ્ઠ પશુપાલક મહેન્દ્રભાઈ પટેલ 80 ગાયો સાથે પશુપાલન કરી મહિને આશરે ₹1 લાખનો નફો મેળવે છે. તેઓએ 2 ગાયથી શરૂઆત કરી હતી. પશુપાલનમાં આવતી મુશ્કેલીઓ અને પડકારો વિશે વાત કરી. તેઓ 120 લીટર દૂધનું વેચાણ ₹100 પ્રતિ લીટર કરે છે, વધારાના દૂધમાંથી ઘી બનાવે છે, જે ₹3000 પ્રતિ કિલો વેચે છે. નવા પશુપાલકોને નાના પાયે જાતે અને મોટા પાયે મજૂરો રાખી વ્યવસાય કરવાની સલાહ આપે છે. તેમની પાસે સાઈલેજ મશીન અને ગોબર ગેસ પ્લાન્ટ પણ છે.