વરસાદની અછત અને નીચા જતા જળસ્તરથી ખેડૂતો ચિંતિત
વરસાદની અછત અને નીચા જતા જળસ્તરથી ખેડૂતો ચિંતિત
Published on: 13th August, 2026

સૌરાષ્ટ્ર, ખાસ કરીને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછતને કારણે ખેડૂતો ભારે ચિંતામાં છે. નહિવત વરસાદથી મગફળી જેવા પાક સુકાઈ રહ્યા છે. જમીનમાં પાણીના સ્તર નીચે ઉતરી જવાને કારણે સમસ્યા વધુ વકરી છે. આ પરિસ્થિતિમાં, જામ રાવલના ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરીને પિયત કરી રહ્યા છે. સૂર્યના આકરા તાપ વચ્ચે, તેઓ દિવસ-રાત મહેનત કરીને પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભવિષ્ય અંગે અનિશ્ચિતતા છવાયેલી છે.