8 કરોડના સૌંદર્યકરણ બાદ પણ માન સરોવરમાં ભૂંડ અને ગંદકી
8 કરોડના સૌંદર્યકરણ બાદ પણ માન સરોવરમાં ભૂંડ અને ગંદકી
Published on: 21st August, 2026

પાલનપુરના ઐતિહાસિક માનસરોવર તળાવનું રૂ.8 કરોડના ખર્ચે સૌંદર્યકરણ કરાયું છે, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે હાલત દયનીય બની છે. પાંચ મહિનાથી તળાવમાં શુદ્ધ વરસાદી પાણીનો એક ટીંપુ પણ જમા થયું નથી. રખડતાં પશુઓ, ખાસ કરીને ભૂંડનો ઉપદ્રવ વધ્યો છે અને ચારે બાજુ ગંદકી ફેલાયેલી જોવા મળે છે. મોર્નિંગ વોક અને સાંજે ફરવા આવતા લોકો, ખાસ કરીને બાળકો સાથે આવતાં પરિવારોને ભારે હાલાકી વેઠવી પડે છે. બગીચાના છોડ ઉખડી ગયા છે અને ટ્રેક પર ઘાસ વધી ગયું છે. નગરપાલિકા દ્વારા એજન્સી સામે કાર્યવાહીની માંગણી કરાઈ રહી છે.