ભરૂચના રાણીપુરા ગામમાં ભારે વરસાદથી 15-20 વીઘા જમીનનું ધોવાણ
ભરૂચના રાણીપુરા ગામમાં ભારે વરસાદથી 15-20 વીઘા જમીનનું ધોવાણ
Published on: 28th July, 2026

ઝઘડિયા પંથકમાં થયેલ ભારે વરસાદને કારણે નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું છે. ખાસ કરીને રાણીપુરા ગામની સીમમાં કાવેરી ખાડી અને ગુમાનદેવ ઉચેડિયા વાળી ખાડીમાં ઉપરવાસના વરસાદી પાણીના પ્રવાહથી 15 થી 20 વીઘા જમીનનું ઉભા પાક સાથે ધોવાણ થયું છે. કેળ, શેરડી, કઠોળ, શાકભાજી, કપાસ, મગફળી, સોયાબીન અને તુવેર જેવા પાકોને પણ નુકસાન થયું છે. આ અવિરત વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.