બનાસકાંઠાના સામરવાડા ગામની ખેત તલાવડીમાં પડેલા બે શ્વાનનું સફળ રેસ્ક્યુ
બનાસકાંઠાના સામરવાડા ગામની ખેત તલાવડીમાં પડેલા બે શ્વાનનું સફળ રેસ્ક્યુ
Published on: 05th August, 2026

ધાનેરા તાલુકાના સામરવાડા ગામમાં પાણી ભરેલી ખેત તલાવડીમાં બે શ્વાન પડી જતાં ગંભીર મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઘટનાની જાણ થતાં એજ્યુફ્ન ફાઉન્ડેશન સંચાલિત જીવદયા વાત્સલ્ય ધામની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ટીમે સમયસૂચકતા અને ભારે જહેમત સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંને અબોલ જીવોને સલામત રીતે બહાર કાઢી તેમને નવું જીવનદાન આપ્યું. આ બનાવ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.