સુરતની 'ક્રિષ્ના ડાઇંગ મિલ'માં બોઇલર ફાટ્યું
સુરતમાં ઔદ્યોગિક સલામતી સામે વધુ એક ગંભીર સવાલ ઊભો કરતી ઘટના બની છે. ઉધના ખાતે આવેલા રોડ નંબર 2 પર ધમધમતી 'ક્રિષ્ના ડાઇંગ મિલ'માં બોઇલર ફાટવાની દુર્ઘટના સર્જાઈ છે. ચાર જેટલા શ્રમિકો દાઝી ગયા આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સમગ્ર મિલ પરિસરમાં અફરાતફરી અને ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો, જેની સાથે જ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બોઇલર બ્લાસ્ટની ચપેટમાં આવી જવાથી ચાર જેટલા શ્રમિકો ગંભીરરૂપે દાઝી ગયા છે, જેને પગલે તેમને તાત્કાલિક ધોરણે યોગ્ય સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
