મહિન્દ્રા સ્કોર્પિયો-N નું નવું વેરિઅન્ટ Z4 AT લોન્ચ : 70 થી વધુ કનેક્ટેડ ફીચર્સ સાથે SUV, એપલ કારપ્લે સાથે 8-ઇંચ ટચસ્ક્રીન; પ્રારંભિક કિંમત ₹ 17.39 લાખ
Published on: 15th June, 2025
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની લોકપ્રિય SUV સ્કોર્પિયો-N નું નવું વેરિઅન્ટ, Z4 ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તે બેઝ વેરિઅન્ટ Z2 ની ઉપરનું ગણાય છે. આનાથી ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે સ્કોર્પિયો N વધુ સસ્તું બન્યું છે. અગાઉ, Z4 વેરિઅન્ટ ફક્ત 6-સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ સાથે ઉપલબ્ધ હતું. હવે તેમાં પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન ઓપ્શન સાથે 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયર બોક્સ આપવામાં આવ્યું છે. આ સિવાય કારમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. Z4 પેટ્રોલ ઓટોમેટિકની કિંમત 17.39 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે, જ્યારે Z4 ડીઝલ ઓટોમેટિકની કિંમત 17.86 લાખ રૂપિયા છે. આ અપડેટ પહેલા, સ્કોર્પિયો-N માં ઓટોમેટિક ગિયર બોક્સ ઓપ્શનમાં ડીઝલમાં Z6 વેરિઅન્ટ (કિંમત ₹18.91 લાખ) અને પેટ્રોલમાં Z 8 સિલેક્ટ વેરિઅન્ટ (કિંમત ₹19.06 લાખ) માં ઉપલબ્ધ હતી. તેની સરખામણીમાં, નવી સ્કોર્પિયો Z4 ઓટોમેટિક મોડેલ પેટ્રોલ માં રૂ. 1.05 લાખ અને ડીઝલ માં રૂ. 1.67 લાખ સસ્તું છે. ભારતમાં, તે ટાટા હેરિયર અને સફારી સાથે ટક્કર લેશે, જ્યારે આ પ્રાઇઝ સિરીઝ માં તે હ્યુન્ડાઇ ક્રેટા અને કિયા સેલ્ટોસ ના ટોચના વેરિઅન્ટ્સ સાથે પણ સ્પર્ધા કરે છે. પરફોર્મન્સ: 4 વ્હીલ ડ્રાઇવ ઓપ્શન સાથે ડીઝલ એન્જિન મહિન્દ્રા સ્કોર્પિયો-એન 2.0-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન અને mHawk ડીઝલ એન્જિન સાથે આવે છે. પેટ્રોલ એન્જિનવાળી SUV 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 203 hp પાવર અને 370 NM પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. આ જ એન્જિન 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડી બનાવવામાં આવે ત્યારે 10Nm વધુ ટોર્ક ઉત્પન્ન કરે છે. તે જ સમયે, ડીઝલ એન્જિન મેન્યુઅલ ગિયરબોક્સ સાથે 175hp અને 370NM પીક ટોર્ક જનરેટ કરે છે. 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર સાથે, આ એન્જિન 400Nm ટોર્ક જનરેટ કરે છે. સ્કોર્પિયો-N ડીઝલ એન્જિન સાથે 4 વ્હીલ ડ્રાઇવ (4WD) ઓપ્શન પણ છે. ફીચર્સ: એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે 8-ઇંચ ટચસ્ક્રીન સ્કોર્પિયો-એન 70 થી વધુ કનેક્ટેડ ફીચર્સ સાથે આવે છે. તેના Z4 ટ્રીમમાં 8-ઇંચ ટચસ્ક્રીન, વાયર્ડ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ્સ, બીજી હરોળમાં એસી વેન્ટ્સ, હેલોજન હેડલાઇટ્સ, LED ટર્ન ઇન્ડિકેટર્સ, પ્લાસ્ટિક કવર સાથે 17-ઇંચ વ્હીલ્સ, રીઅર સ્પોઇલર, પાવર વિન્ડોઝ અને ફેબ્રિક અપહોલ્સ્ટરી જેવી સુવિધાઓ છે. સેફ્ટી ફીચર્સ: 6 એરબેગ્સ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સેફ્ટી માટે, મહિન્દ્રાએ બધા વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક્સ, 6 એરબેગ્સ, હિલ હોલ્ડ કંટ્રોલ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, સેન્સર સાથે રિવર્સ કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ક્રુઝ કંટ્રોલ અને રીઅર ડિસ્ક બ્રેક્સ જેવી ઘણી સુવિધાઓ આપી છે.