બનાસકાંઠાના અંબાજી-દાંતા પંથકમાં મેઘમહેર
બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અંબાજી વિસ્તારમાં થયેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. રવિવારે સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું, જેના કારણે દિવસ દરમિયાન અંધારપટ જેવો માહોલ સર્જાયો હતો. પવન સાથે થયેલા વરસાદથી દાંતાના અનેક માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. યાત્રાધામ અંબાજીના કેટલાક વિસ્તારોમાં થયેલા વરસાદી ઝાપટાંથી ગરમીમાંથી રાહત મળી છે. ખેડૂતો હવે વાવણીની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા છે.
બનાસકાંઠાના અંબાજી-દાંતા પંથકમાં મેઘમહેર
વાવ-થરાદમાં વંટોળ સાથે વરસાદ, ખેડૂતોને ભારે નુકસાન
બનાસકાંઠાના સરહદી વાવ અને થરાદ પંથકમાં શનિવાર રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન, વરસાદ અને વીજળી સાથે કુદરતી આફત આવી હતી. આ તોફાનને કારણે ખેડૂતોના રહેણાંક મકાનો અને પશુઓના શેડના પતરા ઉડી ગયા, જેનાથી ખેડૂત પરિવારો મુશ્કેલીમાં મુકાયા. થરાદના આજાવાડા ગામે ક્કનર્મદેશ્વર ગૌશાળાના શેડ પણ તૂટી પડ્યા, જેનાથી મોટાપાયે આર્થિક નુકસાન થયું. જોરડીયાળી, તખતપુરા સહિતના વિસ્તારોમાં વીજપોલ અને ડીપી ધરાશાયી થતાં અંધારપટ છવાયો. જોકે, કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
વાવ-થરાદમાં વંટોળ સાથે વરસાદ, ખેડૂતોને ભારે નુકસાન
થરા પોલીસે ગેસ ટેન્કરમાંથી ઘરેલું રાંધણ ગેસની ચોરીનો પર્દાફાશ કર્યો
થરા પોલીસને વડાગામ નજીક નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક ઇન્ડિયન ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ઘરેલું રાંધણ ગેસ ચોરી કરીને સિલિન્ડરોમાં ભરવામાં આવી રહ્યો છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી સ્થળ પરથી પાંચ ભરેલા અને 11 ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ માટે વપરાતા સાધનો અને એક છોટા હાથી વાહન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ટેન્કર ચાલક અને અન્ય બે શખ્સોની પૂછપરછ કરતાં આ ગેંગ દ્વારા કાળા બજારમાં ઊંચા ભાવે ગેસ વેચી નફો કમાવવાનો પર્દાફાશ થયો છે.
થરા પોલીસે ગેસ ટેન્કરમાંથી ઘરેલું રાંધણ ગેસની ચોરીનો પર્દાફાશ કર્યો
વડોદરાના પાદરા કન્યા શાળા-1 માં વીજ સલામતી અને ઊર્જા બચત અંગે જાગૃતિ કાર્યક્રમ
પાદરા સ્થિત કન્યા શાળા-1 ખાતે એમજીવીસીએલ પાદરા-1 પેટા વિભાગ દ્વારા વીજ સલામતી, ઊર્જા બચત, વીજ ચોરી નિવારણ અને સ્માર્ટ મીટર અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા એક વિશેષ કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓને વીજળીના સુરક્ષિત ઉપયોગ, વીજ અકસ્માતોથી બચવાના ઉપાયો, ઊર્જા બચતનું મહત્વ, અને સૌર તથા પવન ઉર્જા જેવા કુદરતી ઉર્જા સ્ત્રોતો વિશે વિસ્તૃત માહિતી અપાઈ. સ્માર્ટ મીટરની કાર્યપદ્ધતિ અને બિલિંગમાં પારદર્શિતા અંગે પણ સમજાવવામાં આવ્યું. એમજીવીસીએલ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ, જેમાં વિજેતાઓને પુરસ્કૃત કરાયા અને અન્ય વિદ્યાર્થીઓને કિટ વિતરણ કરાયું.
વડોદરાના પાદરા કન્યા શાળા-1 માં વીજ સલામતી અને ઊર્જા બચત અંગે જાગૃતિ કાર્યક્રમ
છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને વિદ્યાર્થિનીઓ સાથે કર્યો સંવાદ
છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા "સશક્ત દીકરી, કલેક્ટર ઇન ક્લાસરૂમ" અભિયાન હેઠળ, મણિબેન પટેલ કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને વિદ્યાર્થિનીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ સાધ્યો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓમાં આત્મવિશ્વાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને નેતૃત્વના ગુણો ખીલવવાનો હતો. કલેક્ટરે પોતાના અનુભવો અને કારકિર્દીની સફર શેર કરી, વિદ્યાર્થિનીઓને સપના પૂરા કરવા મહેનત કરવા પ્રોત્સાહિત કરી. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા પ્લાન્ટેબલ પેન્સિલનું વિતરણ કરાયું.
છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને વિદ્યાર્થિનીઓ સાથે કર્યો સંવાદ
વડોદરાની કરજણ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ગંભીર અછત
ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે સુધારાના દાવા કરતી હોવા છતાં, કરજણ તાલુકાની 185 પ્રાથમિક શાળાઓમાં 85 શિક્ષકોની ઘટ છે. ખાસ કરીને, ધોરણ 1થી 5 ધરાવતી 11 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક ફરજ પર છે. આ પરિસ્થિતિ બાળકોના પાયાના શિક્ષણ પર ગંભીર અસર કરી રહી છે. લતીપુર ટીંબી, આલમપુરા કોલોની, કલા, હીરજીપુરા, રોપા, સોમજ, દેલવાડા, કરણ, નાનીકોરલ, લીલીપુરા અને ભરથાલી ગામની શાળાઓમાં એક જ શિક્ષક વિવિધ ધોરણોના વિદ્યાર્થીઓને એક જ રૂમમાં અથવા અલગ-અલગ રૂમોમાં વારાફરતી ભણાવવા મજબૂર છે, જેનાથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું મુશ્કેલ બન્યું છે.
વડોદરાની કરજણ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ગંભીર અછત
વડોદરાના 759થી વધુ BAPS બાળકોનું ચાણસદમાં ગૌરવપૂર્ણ સન્માન
BAPS સંસ્થા દ્વારા પ.પૂ. મહંત સ્વામી મહારાજ રચિત ગ્રંથ સત્સંગ દીક્ષાના 315 સંસ્કૃત શ્લોકોનો એકસાથે મુખપાઠ કરીને અનોખો વિશ્વવિક્રમ સર્જાયો, જેની નોંધ ગિનિસ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડમાં લેવાઈ છે. આ વિશ્વવિક્રમમાં વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 759થી વધુ બાળ-બાલિકાઓએ પણ ભાગ લીધો. ચાણસદ ખાતે યોજાયેલા વિશેષ સન્માન સમારોહમાં આ તમામ બાળ-બાલિકાઓને ગિનિસ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરાયા. આ સિદ્ધિ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનું જીવંત ઉદાહરણ છે.
વડોદરાના 759થી વધુ BAPS બાળકોનું ચાણસદમાં ગૌરવપૂર્ણ સન્માન
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દાહોદના બામ્બુ ક્રાફ્ટે રોકડો કમાવ્યો
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2026માં દાહોદ જિલ્લાના પરંપરાગત બામ્બુ ક્રાફ્ટે મુલાકાતીઓનું વિશેષ ધ્યાન આકર્ષ્યું છે. જ્યોત સખી મંડળ દ્વારા તૈયાર કરાયેલા વાંસમાંથી બનેલા હસ્તકલાના ઉત્પાદનોને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. સમિટ દરમિયાન માત્ર બે દિવસમાં રૂ. 50 હજારનું વેચાણ થયું અને રૂ. 30 હજારના નવા ઓર્ડર પણ મળ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટોલની મુલાકાત લઈ કારીગરોના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દાહોદના બામ્બુ ક્રાફ્ટે રોકડો કમાવ્યો
મહીસાગરમાં ગ્રામ સડક યોજનાના માર્ગના કલ્વર્ટમાં ગંભીર ક્ષતિ
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનેલા ઘોઘાવાડા ગામના માર્ગ પરના કલ્વર્ટમાં ગંભીર ક્ષતિ સર્જાઈ છે. લાખોના ખર્ચે બનેલા આ માર્ગના કલ્વર્ટની બંને બાજુની માટી ધસી પડી છે અને કાંકરીટના ભાગો તૂટી ગયા છે, જેના કારણે તેની મજબૂતી સામે પ્રશ્નો ઉભા થયા છે. વરસાદી મોસમમાં આ કલ્વર્ટને વધુ નુકસાન થવાની શક્યતા છે. સમયસર સમારકામ નહિ થાય તો વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને રાહદારીઓ માટે અકસ્માતનું મોટું જોખમ ઊભું થઈ શકે છે.
મહીસાગરમાં ગ્રામ સડક યોજનાના માર્ગના કલ્વર્ટમાં ગંભીર ક્ષતિ
કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ વતન હિંગલામાં જાતે હળ ચલાવી ખેતીકાર્યોમાં સહયોગ આપ્યો
ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન અને સહકાર વિભાગના મંત્રી રમેશ કટારાએ ફ્તેપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે પોતાના વતન હિંગલા ગામે પહોંચીને ખેતીકામમાં સીધો જ સહયોગ આપ્યો હતો. તેમણે પરંપરાગત રીતે બળદ સાથે હળ જોતરીને જાતે ખેતર ખેડ્યું અને વાવણીનું કામ કર્યું. મંત્રીના આ સરળ અને જમીન સાથે જોડાયેલા સ્વરૂપે ગ્રામજનો અને ખેડૂતોમાં આદર જગાવ્યો. તેમણે ખેતી સાથેના પોતાના વર્ષો જૂના જોડાણને તાજું કરીને ખેડૂત સમુદાય પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરી. આ ઘટના સોશિયલ મીડિયા અને સ્થાનિક કક્ષાએ ખૂબ જ ચર્ચાઈ રહી છે.
કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ વતન હિંગલામાં જાતે હળ ચલાવી ખેતીકાર્યોમાં સહયોગ આપ્યો
ભરૂચમાં વરસાદથી નુકસાનગ્રસ્ત મકાનોનો તંત્ર દ્વારા સર્વે શરૂ કરાયો
વાલીયા તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા નાગરિકોને તાત્કાલિક મદદ મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય થયું છે. કોંઢ અને સિલુડી ગામમાં રહેણાંક મકાનો અને ઘરવખરીને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા માટે વહીવટી ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણના માર્ગદર્શન હેઠળ, વાલીયા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની દેખરેખ હેઠળ ખાસ સર્વે ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાનીની ઝીણવટભરી વિગતો એકત્રિત કરાઈ રહી છે.
ભરૂચમાં વરસાદથી નુકસાનગ્રસ્ત મકાનોનો તંત્ર દ્વારા સર્વે શરૂ કરાયો
મહિસાગરમાં રસ્તા ઉપર ઝાડ પડતા ટ્રાફિક ખોરવાયો
મહિસાગર જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે શામણા ક્રોસિંગ થી લુણાવાડા જવાના માર્ગ પર શુક્રવારની મોડી રાત્રે મોટું ઝાડ પડતા આ રસ્તા ઉપર વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. તંત્રએ ભારી જહમત બાદ આ રોડ ચાલુ કરવામાં આવ્યો હતો.
મહિસાગરમાં રસ્તા ઉપર ઝાડ પડતા ટ્રાફિક ખોરવાયો
અંકલેશ્વર પાલિકા દ્વારા રોગચાળો અટકાવવા સ્વચ્છતા અભિયાન
ભરૂચ જિલ્લામાં થયેલા વરસાદ બાદ, ચોમાસામાં ફેલાતા રોગચાળાને રોકવા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને સફાઈ વિભાગની ટીમો નીચાણવાળા અને વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં સફાઈ કરી રહી છે. વરસાદી પાણીના નિકાલ, કચરાનો નિકાલ અને જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુખાકારી જાળવવા પાલિકા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.
અંકલેશ્વર પાલિકા દ્વારા રોગચાળો અટકાવવા સ્વચ્છતા અભિયાન
નર્મદામાં આદિવાસી દંપતીએ વાવણીના શ્રીગણેશ કર્યા
દેડિયાપાડા - ચિકદા અને સાગબારા તાલુકામાં મેઘ મહેર થતાં આદિવાસી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે અને ખેતરમાં વાવેતર શરૂ કરી દીધુ છે. આજના આધુનિક યુગમાં પણ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી ખેડૂતો આધુનિક સાધનો નહી પરંપરાગત સાધનોથી જ ખેતી કરે છે. બળદ અને હળથી વાવણીમાં જોતરાયેલા આદિવાસી પતિ પત્ની તસ્વીરમાં નજરે પડે છે.
નર્મદામાં આદિવાસી દંપતીએ વાવણીના શ્રીગણેશ કર્યા
પંચમહાલના શહેરાના ઉમરપુર ગામમાં ચૌહાણ ફ્ળિયાનો મુખ્ય માર્ગ વર્ષોથી બિસમાર
શહેરા તાલુકાના ઉમરપુર ગામના ચૌહાણ ફ્ળિયાનો મુખ્ય માર્ગ પાકો બનાવવા માટે સ્થાનિકો દ્વારા વર્ષોથી રજૂઆતો કરાઈ રહી છે. જાગૃત ગ્રામજન કાંતિલાલ ચૌહાણે અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ તંત્ર તરફથી માત્ર આશ્વાસનો મળ્યા છે. ચોમાસાની શરૂઆત થતાં જ આ કાચો માર્ગ કાદવ-કિચડથી ભરાઈ જાય છે, જેના કારણે વાહનચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. મહત્વની વાત એ છે કે આ માર્ગ પર પ્રખ્યાત મોગલ માતાજીનું મંદિર આવેલું છે, જેના કારણે શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડે છે. આ ઘોર ઉદાસીનતાથી સ્થાનિકોમાં ભારે રોષ છે.
પંચમહાલના શહેરાના ઉમરપુર ગામમાં ચૌહાણ ફ્ળિયાનો મુખ્ય માર્ગ વર્ષોથી બિસમાર
છોટાઉદેપુરના વરિષ્ઠ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવાના 82 વર્ષની વયે નિધન
છોટાઉદેપુરના પીઢ આદિવાસી નેતા, પૂર્વ વનમંત્રી અને ગુજરાતના અનુભવી ધારાસભ્યોમાં અગ્રણી એવા મોહનસિંહ રાઠવા (82) નું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને સારવાર હેઠળ હતા. તેમના નિધનથી આદિવાસી સમાજ અને રાજકીય ક્ષેત્રે શોકની લાગણી ફેલાઈ છે. રાઠવાએ 1972માં રાજકારણ શરૂ કર્યું અને આદિવાસી સમાજ, ખેડૂતોના પ્રશ્નોને પ્રાધાન્ય આપ્યું. 11માંથી 10 વિધાનસભા ચૂંટણી જીતી અનેક વિકાસ કાર્યો કર્યા.
છોટાઉદેપુરના વરિષ્ઠ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવાના 82 વર્ષની વયે નિધન
ભરૂચ કલેક્ટરનું ઝઘડિયાના ખાલક ગામની આકસ્મિક મુલાકાત
ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે ઝઘડિયા તાલુકાના ખાલક ગામની આકસ્મિક મુલાકાત લીધી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ અને સેવાઓ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો હતો. કલેક્ટરે પંચાયત દફતરની તપાસ કરી, ગ્રામજનો સાથે બેઠક યોજી તેમના પ્રશ્નો સાંભળ્યા. તેમણે સરકારી યોજનાઓ, શૈક્ષણિક સ્તર અને મધ્યાહન ભોજન યોજનાની પણ સમીક્ષા કરી.
ભરૂચ કલેક્ટરનું ઝઘડિયાના ખાલક ગામની આકસ્મિક મુલાકાત
PM મોદીએ મંત્રીઓને આપ્યા 'બંધ લિફાફા', ગુજરાત સરકારમાં ચર્ચાઓ તેજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પર મંત્રીઓ સાથે ટૂંકી મીટિંગ કરી, જ્યાં તેમણે 'બંધ પરબિડિયા' આપ્યા. આ મીટિંગ અને 'બંધ લિફાફા' અંગે મંત્રી પરિષદમાં ભારે ચર્ચા ચાલી રહી છે. PMO દ્વારા મંત્રીઓના સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ વર્ક અંગેના રિપોર્ટ્સ પર આધારિત આ સૂચનાઓ, વહીવટીતંત્રમાં નવી ગતિવિધિઓ સૂચવે છે. આ ઘટનાક્રમ ગુજરાત સરકારમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા જગાવી રહ્યો છે.
PM મોદીએ મંત્રીઓને આપ્યા 'બંધ લિફાફા', ગુજરાત સરકારમાં ચર્ચાઓ તેજ
પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવા નું 82 વર્ષની વયે નિધન
ગુજરાતના પૂર્વ વનમંત્રી અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી રાજ્યના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમણે 1972માં પ્રથમ વખત ચૂંટણી જીતી અને કુલ 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ગુજરાતના રાજકારણમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી. તેઓ હંમેશા આદિવાસી સમાજના હિતો માટે લડ્યા અને તેમની સાદગી, જનસંપર્ક તેમજ જાહેરસેવાને કારણે તેઓ લોકપ્રિય નેતા તરીકે ઓળખાતા હતા.
પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવા નું 82 વર્ષની વયે નિધન
ગુજરાતમાં 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 22 કલાકમાં 186 તાલુકાઓમાં વરસાદ
હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 5 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિત 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર ખાસ અસર જોવા મળશે. છેલ્લા 22 કલાકમાં 186 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે, જેમાં અમરેલી, નવસારી અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ગુજરાતમાં 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 22 કલાકમાં 186 તાલુકાઓમાં વરસાદ
બોડેલી તાલુકામાં શુક્રવાર રાત્રિથી સવાર સુધી ૨ થી ૬ વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ
બોડેલી પંથકમાં લાંબા વિરામ બાદ શુક્રવારની રાત્રે ૨ થી સવારના ૬ વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો, જે ૩૫ એમએમ જેટલો નોંધાયો હતો. આ વરસાદને કારણે જગતના તાત ગણાતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, મધરાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતા બોડેલી અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં મેઘો મન મૂકીને વરસ્યો હતો. નગરમાં દોઢ ઈંચ અને વિસાડી, પાંધરા પંથકમાં લગભગ બે ઈંચ ઉપરાંત વરસાદ વરસ્યો, જેના પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા.
બોડેલી તાલુકામાં શુક્રવાર રાત્રિથી સવાર સુધી ૨ થી ૬ વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ
ઉદલપુર-ડેસર અને જાનીપુરા માર્ગની પ્રથમ વરસાદે જ પોલ ખોલી
વડોદરાના ડેસર તાલુકામાં ચોમાસાના પ્રથમ વરસાદે જ ઉદલપુરથી ડેસર અને જાનીપુરા સુધીના માર્ગોની દયનીય સ્થિતિ ઉજાગર કરી છે. માર્ગો પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકોને હાલાકી વેઠવી પડે છે, અને રોજિંદા અવરજવર કરતા લોકો માટે તે જોખમી બન્યો છે. મહત્વના ક્વોરી ઉદ્યોગ ક્ષેત્ર હોવા છતાં માર્ગની જાળવણીમાં તંત્રની નિષ્ફળતા અંગે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આગામી વરસાદમાં પાણી ભરાવાથી અકસ્માતનો ભય વધી શકે છે. સ્થાનિકો તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે.
ઉદલપુર-ડેસર અને જાનીપુરા માર્ગની પ્રથમ વરસાદે જ પોલ ખોલી
ડભોઇમાં સામાન્ય વરસાદથી મહુડી ભાગોળથી પરબડી સુધીનો રોડ ધોવાયો
ડભોઇમાં ચોમાસાની શરૂઆત થતાં જ નગરપાલિકાના પ્રી-મોન્સૂન પ્લાનિંગની પોલ ખુલી ગઈ છે. મહુડી ભાગોળથી પરબડી સુધીનો મુખ્ય માર્ગ માત્ર સામાન્ય વરસાદમાં જ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. રસ્તા પર મોટા ખાડાઓ પડતાં સ્થાનિક રહીશો, વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ચર્યજનક રીતે, આ સમસ્યાગ્રસ્ત વિસ્તાર વોર્ડ નંબર 4 ના કાઉન્સિલર અને નગરપાલિકાના ઉપપ્રમુખનો પણ છે, તેમ છતાં સત્તાધીશો આ દુર્દશા તરફ ધ્યાન આપી રહ્યા નથી.
ડભોઇમાં સામાન્ય વરસાદથી મહુડી ભાગોળથી પરબડી સુધીનો રોડ ધોવાયો
ગોધરાની અમન ડે સ્કૂલમાં પર્પલ ડેની ભવ્ય ઉજવણી
ગોધરા શહેરની અમન ડે સ્કૂલના કે.જી. વિભાગમાં પર્પલ ડે ની આનંદમય ઉજવણી સંપન્ન થઈ. આ ખાસ પ્રસંગે, વિદ્યાર્થીઓએ જાંબલી રંગના આકર્ષક વસ્ત્રો પહેરી શાળામાં હાજરી આપી. વર્ગખંડને જાંબલી રંગની શૈક્ષણિક સામગ્રી અને સુંદર સજાવટથી સુશોભિત કરાયો હતો. શિક્ષકોએ વિદ્યાર્થીઓને જાંબલી રંગના મહત્વ અને તેની વિવિધ વસ્તુઓની ઓળખ કરાવી. રમતો, પ્રવૃત્તિઓ અને સર્જનાત્મક કાર્યો દ્વારા વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે નવીન જ્ઞાન મેળવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રંગોની ઓળખ, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવાનો હતો.
ગોધરાની અમન ડે સ્કૂલમાં પર્પલ ડેની ભવ્ય ઉજવણી
સિમલિયા કૉલેજમાં સહકાર શિક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો
પંચમહાલ જિલ્લા સહકારી સંઘ, ગોધરાના ઉપક્રમે એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ, સિમલીયામાં સહકાર શિક્ષણ તાલીમ વર્ગ યોજાયો હતો. અધ્યક્ષ અને કોલેજ ટ્રસ્ટી મંડળના પ્રમુખ નટવરસિંહ ચૌહાણ, જિલ્લા સહકારી સંઘના વાઇસ ચેરમેન ખુમાનસિંહ ચૌહાણ, તાલુકા કિસાન સંઘ પ્રમુખ દશરથસિંહ સોલંકી, પ્રિન્સિપાલ ડૉ. દિલીપકુમાર અમીને પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. એકઝિક્યુટીવ ઓફ્સિર પારૂલ સોલંકીએ સહકારી શિક્ષણનો ઉદભવ અને વિકાસ, વિવિધ સહકારી પ્રવૃતિઓ અને તેના દ્વારા ઉપલબ્ધ કારકિર્દીની તકો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યુ હતું.
સિમલિયા કૉલેજમાં સહકાર શિક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો
બ્રિટિશકાળના રેલવે ગરનાળાની ટ્રાફિક સમસ્યા
દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે લીમખેડા-ઝાલોદ હાઇવે પર આવેલા બ્રિટિશકાલીન રેલવે ગરનાળાની મુલાકાત લીધી. તેમણે પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝનના DRM સાથે સ્થળ નિરીક્ષણ કર્યું, જેનો મુખ્ય હેતુ વર્ષોથી સર્જાતી ટ્રાફ્કિ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાનો હતો. સાંકડા માર્ગને કારણે થતા ટ્રાફ્કિ જામ, અકસ્માતનું જોખમ અને ઈમરજન્સી સેવાઓમાં વિલંબ જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરાયું. ગરનાળું પહોળું કરવાની માંગણી અંગે ટેકનિકલ પાસાઓ પર ચર્ચા થઈ. રેલવે વિભાગને સત્વરે કાર્યવાહીના નિર્દેશ અપાયા છે, જે વાહનવ્યવહાર સુગમ અને સુરક્ષિત બનાવશે.
બ્રિટિશકાળના રેલવે ગરનાળાની ટ્રાફિક સમસ્યા
વડોદરાની પશુપાલન શાખાની બિલ્ડિંગ પાસે ઝાડી-ઝાખરાનું ગીચ જંગલ,
શહેરની મધ્યમાં નાગરવાડા મુખ્ય રસ્તા પર આવેલી પશુપાલન શાખાની જૂની બિલ્ડિંગ પાસે ગીચ જંગલ જેવી સ્થિતિ સર્જાઈ છે. વૃક્ષારોપણ બાદ ડાળીઓ કાપવામાં ન આવતા તે જીવન સાધના શાળાના ક્લાસરૂમની બારી સુધી પહોંચી ગઈ છે. જેના કારણે ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ અને સરિસૃપ જીવજંતુઓનો ભય રહે છે. જીવન સાધના શાળાના શિક્ષક હસમુખભાઈ પાઠકે વડોદરા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી આ સમસ્યાના નિરાકરણની માગ કરી છે. જૂની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે અને આ સ્થિતિ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા દર્શાવે છે.
વડોદરાની પશુપાલન શાખાની બિલ્ડિંગ પાસે ઝાડી-ઝાખરાનું ગીચ જંગલ,
વડોદરાની હરણી બ્રાઇટ સ્કૂલમાં નિઃશુલ્ક મેડિકલ કૅમ્પ અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું
ન્યૂ બ્રાઇટ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સ્વ. જયેન્દ્રભાઈ આર. શાહની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે હરણી બ્રાઇટ સ્કૂલમાં સેવા સંકલ્પ-5 કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં નિઃશુલ્ક મેડિકલ અને હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. બરોડા યુથ ફેડરેશનના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કિટ, કર્મચારીઓને રેઇનકોટ અને છત્રી તેમજ જરૂરિયાતમંદ પરિવારોને કપડાંનું વિતરણ કરાયું. સમાજસેવા કરનાર તબીબો અને સમાજસેવકોનું સન્માન પણ થયું.
વડોદરાની હરણી બ્રાઇટ સ્કૂલમાં નિઃશુલ્ક મેડિકલ કૅમ્પ અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું
ઓરસંગ બ્રિજમાં ગાબડું: ભારે વરસાદમાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. છોટાઉદેપુરના બોડેલી સ્થિત ઓરસંગ બ્રિજ પર પ્રથમ વરસાદમાં જ મોટું ગાબડું પડ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્રિજ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જર્જરિત બ્રિજની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થયા છે. ટ્રાફિક જામ અને અકસ્માત ટાળવા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સૂચના અપાઇ છે.
ઓરસંગ બ્રિજમાં ગાબડું: ભારે વરસાદમાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો
વડોદરામાં શ્રી કલ્યાણ કો. ઓ. ક્રેડીટ સો. લિ.ની 52મી વાર્ષિક સામાન્ય સભા સફળતાપૂર્વક યોજાઈ
શ્રી કલ્યાણ કો. ઓ. ક્રેડીટ સો. લી.ની 52મી વાર્ષિક સામાન્ય સભા નિઝામપુરા ખાતે રજનીભાઈ એમ. જોષીની અધ્યક્ષસ્થાને યોજાઈ. પ્રમુખ વાસુદેવ નરોત્તમદાસ પટેલે સ્વાગત પ્રવચન કર્યું. મંડળીના ડાયરેક્ટરોએ રજુ કરેલા તમામ એજન્ડા સર્વાનુમતે મંજૂર થયા. મંત્રી યોગેશભાઈ રાવજીભાઈ પટેલે આભારવિધિ કરી સભાસદોને પ્રોત્સાહન આપ્યું. ચાલુ વર્ષે 12 ટકા ડિવિડન્ડ અને નિયમિત સભાસદોને રૂ. એક હજારની ગિફ્ટ આપવાનું નક્કી થયું. મિટિંગ રાષ્ટ્રગીત સાથે સંપન્ન થઈ.