ડભોઇમાં સામાન્ય વરસાદથી મહુડી ભાગોળથી પરબડી સુધીનો રોડ ધોવાયો
ડભોઇમાં સામાન્ય વરસાદથી મહુડી ભાગોળથી પરબડી સુધીનો રોડ ધોવાયો
Published on: 05th July, 2026

ડભોઇમાં ચોમાસાની શરૂઆત થતાં જ નગરપાલિકાના પ્રી-મોન્સૂન પ્લાનિંગની પોલ ખુલી ગઈ છે. મહુડી ભાગોળથી પરબડી સુધીનો મુખ્ય માર્ગ માત્ર સામાન્ય વરસાદમાં જ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. રસ્તા પર મોટા ખાડાઓ પડતાં સ્થાનિક રહીશો, વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ચર્યજનક રીતે, આ સમસ્યાગ્રસ્ત વિસ્તાર વોર્ડ નંબર 4 ના કાઉન્સિલર અને નગરપાલિકાના ઉપપ્રમુખનો પણ છે, તેમ છતાં સત્તાધીશો આ દુર્દશા તરફ ધ્યાન આપી રહ્યા નથી.