ભવનાથમાં Guru Purnima ની ભવ્ય ઉજવણી: શિષ્યો દ્વારા આશ્રમોમાં Guru વંદના, મંત્રોચ્ચાર, હવન અને પ્રસાદ વિતરણ.
Published on: 10th July, 2025
આજે Guru Purnima નિમિત્તે ભવનાથમાં ભક્તોની ભીડ જોવા મળી. ગૌરક્ષ નાથ આશ્રમ, ભારતી આશ્રમ સહિત અનેક આશ્રમોમાં મંત્રોચ્ચાર, હવન, પૂજન, ગુરુવારણ જેવી ધાર્મિક વિધિઓ યોજાઈ. Guru Purnima જ્ઞાન અને આધ્યાત્મિકતા પ્રગટાવનારને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે. શિષ્યોએ ગુરુચરણોમાં ફળ અને દક્ષિણા અર્પણ કરી. આશ્રમોમાં રુદ્રાભિષેક, યજ્ઞ અને ભજન સત્સંગનું આયોજન થયું. ભારતી આશ્રમ ખાતે બ્રહ્મલીન સંતોની પૂજા કરાઈ અને મહંત હરીહરાનંદ ભારતી બાપુના શિષ્યોએ તેમની પૂજા અર્ચના કરી. આ દિવસે વેદ વ્યાસજીનો જન્મ થયો હતો, જેમને આદિ Guru માનવામાં આવે છે.