અમદાવાદ: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે, છેલ્લી તારીખ 29 જુલાઈ.
અમદાવાદ: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે, છેલ્લી તારીખ 29 જુલાઈ.
Published on: 10th July, 2025

અમદાવાદ જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલય (JNV)માં ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે 29 જુલાઈ સુધી ઓનલાઈન અરજી શકાશે. વિદ્યાર્થીઓ navodaya.gov.in અથવા cbseitms.racil.gov.in/nvs લિંક પર રજીસ્ટ્રેશન કરી શકશે. વધુ માહિતી માટે હેલ્પ ડેસ્ક નંબર 9773124749 પર સંપર્ક કરો. ધોરણ 5માં અભ્યાસ કરતા અને અમદાવાદ જિલ્લાના રહેવાસી વિદ્યાર્થીઓ જ અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓનો જન્મ 01/05/2014 પહેલાં અને 31/07/2016 પછી ન હોવો જોઈએ.