ગાંધીનગરમાં ગેસ સિલિન્ડરમાં આગ: ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી, કોઈ જાનહાની નહીં.
ગાંધીનગરમાં ગેસ સિલિન્ડરમાં આગ: ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી, કોઈ જાનહાની નહીં.
Published on: 11th July, 2025

ગાંધીનગરના સેક્ટર-24 સ્થિત ઇન્દિરા નગરમાં સોમાભાઈ ચૌહાણના ઘરે ગેસ સિલિન્ડરમાં આગ લાગી. લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પણ આગ કાબૂમાં ન આવી. નવદીપ સોલંકીએ ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. થોડા સમય પહેલાં સેક્ટર-4 માં સિલિન્ડર બ્લાસ્ટમાં એક ફાયર જવાનનું મૃત્યુ થયું હતું. હાલમાં ગાંધીનગર ફાયર વિભાગ ચીફ ફાયર ઓફિસર વગર ચાલી રહ્યું છે.