મોરબીમાં દારૂ અને ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું:નવી પીપળી ગામમાંથી 15.88 લાખનો મુદ્દામાલ જપ્ત, એક શખ્સની ધરપકડ
Published on: 12th June, 2025
મોરબી પોલીસે નવી પીપળી ગામના ઓમ પાર્કમાં રેડ કરીને સંદીપભાઈ કાલરીયાના ઘરે વિદેશી દારૂની 131 બોટલ અને બિયરની 96 ટીન મળી. 10.51 લાખ રૂપિયાનું મુદ્દામાલ તથા એક ક્રેટા ગાડી જપ્ત કરી છે. સંદીપભાઈ (36)ની ધરપકડ થઈ છે. દારૂ સાથે ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડ પણ પકડાયુ છે. સ્થળ પરથી સુપર ગેસના 42 ભરેલા, ઇન્ડેન અને એચપી ગેસના ખાલી બાટલા અને રિફિલિંગ સાધનો મળ્યા છે. ગેસના બાટલા અને વાહન (GJ-36-V-5456) મળીને 5,37,200નો મુદ્દામાલ ધરપકડ થયો છે. મોરબી પોલીસ બે ગુનાઓ નોંધ્યા અને અન્ય આરોપીઓ માટે કાર્યવાહી ચાલુ છે.