સુરેન્દ્રનગર LCB દ્વારા જુગાર પર મોટા દરોડા
સુરેન્દ્રનગર LCB દ્વારા જુગાર પર મોટા દરોડા
Published on: 07th July, 2026

સુરેન્દ્રનગર LCB PI બી.એચ.શીંગરખીયાની સૂચના બાદ, LCB ટીમે દસાડાના આદરીયાણા ગામમાં જુગાર રમતા 9 શખ્સોને 44,500 રોકડા, 8 મોબાઈલ અને 7 બાઈક, આમ કુલ 2.20 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. જોકે, 6 આરોપી ફરાર થવામાં સફળ રહ્યા. આ ઉપરાંત, સાયલાના સુદામડા ગામે પણ LCBએ જુગાર પર રેડ કરી, 2 આરોપીઓને 1410 રૂપિયા રોકડા સાથે ઝડપી લીધા, જ્યારે એક ફરાર થઈ ગયો. બંને કિસ્સાઓમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.