ક્રાફ્ટ પેપરમાંથી જિરાફ બનાવીશું
Published on: 28th June, 2025
જિરાફ બનાવવા માટે યલો કલરના ક્રાફ્ટ પેપરથી ચોરસ કાપીને ભૂંગળું વાળો અને ચોંટાડો. ફેવિકોલથી ચોંટાડીને સુકાવા દો. પછી, યલો કલરના ક્રાફ્ટ પેપર પર લંબગોળ દોરીને જિરાફનો ચહેરો બનાવો, સ્કેચપેનથી આંખ દોરો અને ઓરેન્જ કલરથી મોં ફિલ કરો. કાન અને શીંગડાં બનાવીને ચહેરા પર ચોંટાડો. ઓરેન્જ કલરના રાઉન્ડ કાપીને શરીર પર લગાવો. યલો કલરના ક્રાફ્ટ પેપરથી પગ બનાવીને ચોંટાડો. આ રીતે જિરાફ તૈયાર થશે. યલો કલર, ઓરેન્જ કલર, સ્કેચપેન, ફેવિક, ક્રાફ્ટ પેપરનો ઉપયોગ કરવાનું યાદ રાખો.