Menu
અમેરિકાનાં ન્યૂજર્સી રાજ્યમાં દાવાનળ ભભૂક્યો, ધૂમાડો એટલો વ્યાપક હતો કે ફીલાડેલ્ફીયા ગૂંગળાયું
અમેરિકાનાં ન્યૂજર્સી રાજ્યમાં દાવાનળ ભભૂક્યો, ધૂમાડો એટલો વ્યાપક હતો કે ફીલાડેલ્ફીયા ગૂંગળાયું
Published on: 15th June, 2025

ન્યુજર્સી રાજ્યની બર્લિંગ્ટન કાઉન્ટીમાં દાવાનળ ફાટી નીકળતાં હવા ધૂમાડાથી ભરાઈ ગઈ હતી. ૩,૨૫૦ એકરમાં ફેલાયેલી આગના ધૂમાડાને લીધે હવામાં ૩૦ ટકા જેટલા કાર્બનકણ પ્રસરતાં ફીલાડેલ્ફીયા શહેરમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવો પડયો હતો. જંગલની આ આગને લીધે આસપાસની ભૂમિ પણ 'શેકાઈ' ગઈ હતી. બીજી તરફ આગ કાબુમાં આવવાને બદલે વધુને વધુ વ્યાપક બની રહી છે. પરિણામે આસપાસના વિસ્તારોમાં પણ એર ક્વોલિટી ઘણી જ ખરાબ બની ગઈ છે.