ચીનમાં AI કમ્પેનિયન્સ એપ્સ બંધ
ચીનમાં AI કમ્પેનિયન્સ એપ્સ બંધ
Published on: 06th July, 2026

ચીનની અગ્રણી ટેક કંપની બાઇટડાન્સની 'Doubao' અને અલીબાબાની 'Qwen' જેવી લોકપ્રિય AI એપ્સે તેમના કસ્ટમ AI એજન્ટ્સ ફીચર્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ચીન સરકાર દ્વારા 'Interim Measures for the Administration of Artificial Intelligence Anthropomorphic Interaction Services' જેવા કડક નિયમો આગામી 15 જુલાઈથી લાગુ થવા જઈ રહ્યા છે. આ નિયમો માનવીય AI ઇન્ટરેક્શન સર્વિસીસ પર લાગુ પડશે, જેના પગલે આ કંપનીઓએ પોતાના યુઝર્સને લાગણીશીલ સપોર્ટ આપતા AI કમ્પેનિયન્સને બંધ કરવાની ફરજ પડી છે.