ઈરાનમાં ખામેનેઈની દફનવિધિમાં ટ્રમ્પ વિરોધી સૂત્રોચ્ચાર
ઈરાનમાં ખામેનેઈની દફનવિધિમાં ટ્રમ્પ વિરોધી સૂત્રોચ્ચાર
Published on: 05th July, 2026

ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના જનાજા દરમિયાન તેહરાનમાં ભડકાઉ સૂત્રોચ્ચાર થયા હતા. એક આયોજકે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ને જાનથી મારી નાખવાની અપીલ કરી, જેને લાખોની ભીડે સમર્થન આપ્યું. ખામેનેઈના મોત બાદ ટ્રમ્પ વિરુદ્ધ આ પ્રથમ સીધું આહ્વાન હતું. તેહરાનની દીવાલો પર ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુને મારવાની માંગ કરતા પોસ્ટરો પણ જોવા મળ્યા. આ ઘટના એવા સમયે બની જ્યારે ઈરાન અમેરિકા સાથે શાંતિ વાટાઘાટો કરી રહ્યું છે.