ઈસ્લામાબાદમાં એરફોર્સ ઓફિસરની જાહેરમાં હત્યા
ઈસ્લામાબાદમાં એરફોર્સ ઓફિસરની જાહેરમાં હત્યા
Published on: 05th July, 2026

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં Pakistan Air Force (PAF) ના ગ્રુપ કેપ્ટન અસીમ તારિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ ઘટના રવિવારે શાહીન ચોક વિસ્તારમાં બની હતી, જ્યારે તેઓ એક મહિલા સહકર્મીને અપહરણકર્તાના ચુંગલમાંથી છોડાવવા વચ્ચે પડ્યા હતા. બાઈક પર લઈ જવાતી મહિલાએ મદદ માટે બૂમ પાડતા, તારિકે દરમિયાનગીરી કરી. આરોપીએ બહાદુરી બતાવનાર ઓફિસર પર ગોળીબાર કર્યો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા અને ઘટનાસ્થળે જ શહીદ થયા. હુમલાખોર ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.