અમેરિકામાં ૨ લાખ ભારતીય મતદારોના નામ કમી થવાનો ભય
અમેરિકામાં ૨ લાખ ભારતીય મતદારોના નામ કમી થવાનો ભય
Published on: 09th October, 2026

અમેરિકામાં આગામી મધ્યસત્ર ચૂંટણીઓ પહેલાં મતદાર યાદી ઓડિટને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદીમાં સામેલ નાગરિકોની નાગરિકતાની ચકાસણી 'SAVE' ડેટાબેઝ દ્વારા કરાઈ રહી છે. આ પ્રક્રિયામાં આશરે ૨૦૦,૦૦૦ ભારતીય મૂળના મતદારોના નામ કમી થઈ જવાની આશંકા છે, જે ખાસ કરીને ડેમોક્રેટિક પાર્ટીને અસર કરી શકે છે. જૂના કે અધૂરા સરકારી રેકોર્ડ્સને કારણે વર્ષોથી નાગરિક બનેલા લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ પ્રક્રિયા અમેરિકાની રાજ્ય-આધારિત ચૂંટણી પ્રણાલી હેઠળ થાય છે.