બાબરા નજીક ચેકડેમમાં ન્હાવા પડેલા કાકા-ભત્રીજા સહિત ચાર યુવકો ડૂબી જતાં મોત
બાબરા નજીક ચેકડેમમાં ન્હાવા પડેલા કાકા-ભત્રીજા સહિત ચાર યુવકો ડૂબી જતાં મોત
Published on: 26th September, 2026

બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે ચેકડેમમાં ન્હાવા પડેલા કાકા-ભત્રીજા અને બે ભાણેજ સહિત ચાર યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. આ ઘટના ગણેશ વિસર્જન પહેલા બની હતી, જેના કારણે પરિવારમાં ભારે શોક છવાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવાનો પાણીમાં ડૂબી રહેલા એક યુવકને બચાવવા જતા ઊંડા પાણીનો અંદાજ ન રહેતા બધા ડૂબી ગયા હતા. ગ્રામજનો અને પોલીસે શોધખોળ બાદ મૃતદેહો બહાર કાઢ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.