ઝેલેન્સ્કીનાં વતન નજીક લક્ષ્મી મિત્તલના સ્ટીલ પ્લાન્ટ પર રશિયાનો મિસાઇલ્સ અને ડ્રોન હુમલો
ઝેલેન્સ્કીનાં વતન નજીક લક્ષ્મી મિત્તલના સ્ટીલ પ્લાન્ટ પર રશિયાનો મિસાઇલ્સ અને ડ્રોન હુમલો
Published on: 17th August, 2026

કીવ : યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદોમીર ઝેલેન્સ્કીના વતન શહેર નજીક આવેલા લક્ષ્મી મિત્તલ (ArcelorMittal) ના સ્ટીલ પ્લાન્ટ પર રશિયાએ મિસાઇલ્સ અને ડ્રોન વડે હુમલો કર્યો. આ હુમલામાં બે લોકોના મોત થયા છે અને ૧૪ થી વધુ લોકો ઘાયલ થયા છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલાથી દેશના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક ArcelorMittal ની ઉત્પાદન ક્ષમતાને પણ અસર થઈ છે. કંપનીના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે પ્લાન્ટના પાવર જનરેશન અને પ્લાસ્ટ ફર્નેસને નુકસાન થયું છે, જેના કારણે આંશિક ઉત્પાદન બંધ કરવું પડ્યું.