ભારતના પગલે પાકિસ્તાનમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ
ભારતના પગલે પાકિસ્તાનમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ
Published on: 16th August, 2026

ભારતના ડિજિટલ પેમેન્ટમાં સફળતા બાદ પાકિસ્તાને પણ કેશલેસ બનવાની દિશામાં પ્રયાસો શરૂ કર્યા. શરૂઆતમાં મોબાઈલ બેંકિંગ અને ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ વધ્યો, પરંતુ અપેક્ષા વિરુદ્ધ બજારમાં રોકડ ચલણમાં 94% નો જંગી વધારો જોવા મળ્યો. નાણાકીય વર્ષ 2020માં 6.14 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાથી વધીને 2025-26માં તે 11.94 ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આનું મુખ્ય કારણ એ છે કે ડિજિટલ રીતે આવતા પૈસા ATM કે એજન્ટ પાસેથી રોકડા ઉપાડીને ખર્ચાય છે, જેના કારણે કેશ કન્વર્ઝન સાયકલ જળવાઈ રહે છે. ભારતમાં UPIએ નાના વેપારીઓ સુધી ડિજિટલ પેમેન્ટ પહોંચાડ્યું, જ્યારે પાકિસ્તાનમાં આ સાંકળ હજુ નબળી છે.