બેકાબૂ ડમ્પરે રાજમહેલ રોડ પર પોલીસની બે ગાડીઓને લીધી અડફેટે, એક પોલીસકર્મીને ઇજા
બેકાબૂ ડમ્પરે રાજમહેલ રોડ પર પોલીસની બે ગાડીઓને લીધી અડફેટે, એક પોલીસકર્મીને ઇજા
Published on: 10th August, 2026

વડોદરાના રાજમહેલ રોડ પર ઇન્દુમતી મહેલ પાસે આજે બપોરે એક બેકાબૂ ડમ્પરે પોલીસની બે ગાડીઓને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આગળ જતી પોલીસની વાન અચાનક ધીમી પડતા પાછળથી પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે ડોગ સ્ક્વોડની બોલેરો ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. બોલેરો ચાલક પોલીસકર્મીને ઈજા થતાં તેમને સારવાર માટે ખસેડાયા છે, પરંતુ ડોગને કોઈ ઈજા થઈ નથી. નવાપુરા પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.