રેશનિંગ દુકાનોમાં સિંગતેલના બોક્સમાંથી એક પાઉચ ઓછું
રેશનિંગ દુકાનોમાં સિંગતેલના બોક્સમાંથી એક પાઉચ ઓછું
Published on: 25th August, 2026

રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને તહેવારોના સમયે સસ્તા દરે વિતરણ કરાતા સિંગતેલના બોક્સમાં એક લિટરનું પાઉચ ઓછું નીકળતા રેશનિંગ દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોડાઉનમાંથી જ પાઉચ કાઢી લેવાયા છે કે સપ્લાયમાં જ ગડબડ છે તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. સામાન્ય રીતે એક બોક્સમાં ૧૨ પાઉચ હોય છે, પરંતુ કેટલાક બોક્સમાં માત્ર ૧૧ પાઉચ મળતા સંચાલકોને નુકસાન થયું છે. આ ઘટ ગરીબ ગ્રાહકો સુધી પુરતા જથ્થામાં તેલ પહોંચવામાં પણ અવરોધ ઉભો કરી શકે છે.