નેપાળ પૂર: 26 ગુજરાતીઓ સંપર્કવિહોણા, અમદાવાદ, સુરત, વડોદરામાં ચિંતા
નેપાળ અને તિબેટ સરહદે ગ્લેશિયર તૂટવા અને ભોટેકોશી નદીમાં આવેલા ભીષણ પૂર બાદ ગુજરાતના પરિવારોમાં ચિંતા પ્રસરી છે. કૈલાશ માનસરોવર યાત્રા તેમજ નેપાળ પ્રવાસે ગયેલા કુલ 26 ગુજરાતી નાગરિકો સંપર્કવિહોણા હોવાની વિગતો ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાઈ છે. રિપોર્ટ મુજબ, મોટાભાગના પ્રવાસીઓ રસુવાગઢી-કેરુંગ બોર્ડર અને ફ્રેન્ડશિપ બ્રિજ વિસ્તારમાં હતા, જ્યાં પૂરે ભારે તબાહી મચાવી છે. ગુજરાત સરકાર વિદેશ મંત્રાલય અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં છે.
નેપાળ પૂર: 26 ગુજરાતીઓ સંપર્કવિહોણા, અમદાવાદ, સુરત, વડોદરામાં ચિંતા
સાબરમતી જેલમાં રક્ષાબંધન: 3000 કેદીઓને બહેનોએ બાંધી રાખડી
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા. ગુનાહિત પ્રવૃત્તિ બદલ જેલમાં સજા ભોગવી રહેલા 3000 થી વધુ કેદીઓને તેમની બહેનોએ રાખડી બાંધી. ભાઈ-બહેનના સ્નેહભર્યા મિલનથી સમગ્ર જેલ પરિસર ભાવુક બન્યું હતું. બહેનોએ ભાઈઓને સન્માનજનક જીવન જીવવાની અને ભવિષ્યમાં ગુનાહિત માર્ગ ન અપનાવવાની શિખામણ આપી. કેદીઓએ પણ સુધારાનો સંકલ્પ લીધો, જેનાથી સ્વજનો અને જેલ પ્રશાસનમાં સંતોષની લાગણી છવાઈ.
સાબરમતી જેલમાં રક્ષાબંધન: 3000 કેદીઓને બહેનોએ બાંધી રાખડી
ભાઈ-ભાભીના ત્રાસ સામે નણંદની તલવારથી હુમલાની ફરિયાદ
વડોદરામાં પારિવારિક ઝઘડો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે. અગાઉ ભાભીએ ત્રણ નણંદ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ, હવે નણંદે ભાઈ-ભાભી સહિત ચાર લોકો સામે વળતી ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના પ્રતિમાબેન મસ્કેએ જણાવ્યું કે, તેમના ભાઈ મહેશ અને ભાભી સીમા તેમના માતા-પિતાને હેરાન કરે છે. સમજાવવા ગયેલી નણંદ પર તલવારથી હુમલો કરવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભાઈ-ભાભીના ત્રાસ સામે નણંદની તલવારથી હુમલાની ફરિયાદ
નેપાળમાં હોનારત વચ્ચે ચીનના સિચુઆનમાં 5.1 ની તીવ્રતાનો ભૂકંપ
નેપાળ અને તિબેટ સરહદે સર્જાયેલી ભોટેકોશી પૂર ત્રાસદી અને ભૂસ્ખલનની ઘટનાઓ વચ્ચે ચીનના સિચુઆન પ્રાંતમાં 5.1 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટર મુજબ, ભૂકંપનું કેન્દ્ર લોંગચાંગ શહેરમાં હતું. સિચુઆન પ્રાંત ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ સંવેદનશીલ હોવાથી ભૂતકાળમાં પણ અનેક વિનાશક ભૂકંપોનો સાક્ષી રહ્યો છે. 5.1 ની તીવ્રતાના ભૂકંપથી હાલ કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી. નેપાળમાં ભીષણ પૂર હોનારતમાં મૃત્યુઆંક 469 પર પહોંચ્યો છે અને 1468 લોકો ગુમ છે.
નેપાળમાં હોનારત વચ્ચે ચીનના સિચુઆનમાં 5.1 ની તીવ્રતાનો ભૂકંપ
અમરેલીના જાફરાબાદના ચોત્રા રોડ પર ટ્રેક્ટર-બાઈક ટક્કરમાં ૨ યુવકોના મોત
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં નાગેશ્રી-ચોત્રા માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. નાગેશ્રી નજીક શીતળા માતાજીના મંદિર પાસે મોડી રાત્રે ટ્રેક્ટર અને ટુ-વ્હીલર (બાઇક) વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં બાઇક પર સવાર બંને યુવાનોને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનોમાં એક નાગેશ્રી ગામનો રહેવાસી હતો. રાત્રિના અંધારામાં થયેલા અકસ્માતના અવાજથી સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. નાગેશ્રી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
અમરેલીના જાફરાબાદના ચોત્રા રોડ પર ટ્રેક્ટર-બાઈક ટક્કરમાં ૨ યુવકોના મોત
વિદેશી રેસ્ક્યૂ ટીમોની મદદ લેવાનો નેપાળનો ચોખ્ખો ઇનકાર!
નેપાળ-ચીન સરહદ નજીક ભયાનક ફ્લેશ ફ્લડ બાદ 469 લોકોના મોત અને સેંકડો ગુમ થયા છે. આ ગંભીર પરિસ્થિતિમાં, નેપાળ સરકારે ભારત, ચીન અને અન્ય દેશોની રેસ્ક્યૂ ટીમોની મદદનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે તેમની પોતાની એજન્સીઓ રાહત અને બચાવ કામગીરી માટે સક્ષમ છે. 2015ના ભૂકંપ દરમિયાન વિદેશી ટીમોના સંકલનમાં થયેલી મુશ્કેલીઓ ટાંકીને આ નિર્ણય લેવાયો છે. આર્થિક અને માનવતાવાદી સહાયનું સ્વાગત છે, પરંતુ પુનર્વસન માટે ભવિષ્યમાં સહયોગ માંગવામાં આવશે.
વિદેશી રેસ્ક્યૂ ટીમોની મદદ લેવાનો નેપાળનો ચોખ્ખો ઇનકાર!
CIA ચીફની રશિયા મુલાકાત બાદ ટ્રમ્પનું નાટો પર રશિયા હુમલા અંગે મોટું નિવેદન
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયા નાટો (NATO) ના કોઈ પણ સભ્ય દેશ પર હુમલો નહીં કરે. આ નિવેદન CIA ડિરેક્ટર જોન રેટક્લિફની અચાનક મોસ્કો મુલાકાત બાદ આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ, રેટક્લિફે પુતિનને નાટો દેશો પર હુમલા સામે ચેતવણી આપી હતી. ટ્રમ્પે જણાવ્યું કે પુતિન સાથે તેમની સરાહનીય વાતચીત થઈ છે અને રશિયા આક્રમણ કરવાનો ઈરાદો ધરાવતું નથી. ટ્રમ્પે ચેતવણી અંગે સીધો જવાબ ટાળ્યો, પરંતુ રશિયા હુમલો નહીં કરે તે બાબતે સંતોષ વ્યક્ત કર્યો. આ મુલાકાતથી વૈશ્વિક સ્તરે તર્ક-વિતર્ક સર્જાયા છે, ત્યારે ટ્રમ્પે યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા પર ભાર મૂક્યો છે.
CIA ચીફની રશિયા મુલાકાત બાદ ટ્રમ્પનું નાટો પર રશિયા હુમલા અંગે મોટું નિવેદન
ચીનમાં બેરિયર લેક ફાટવાનો ખતરો
ચીનના જળ સંસાધન મંત્રાલયે છોચેન ખોલા અને પુરપુ સાંગપો નદીઓના સંગમ પર બનેલા Barrier Lake આગામી 72 કલાકમાં ફાટવાનું હાઇ રિસ્ક હોવાની ચેતવણી આપી છે. આ કુદરતી સરોવર નેપાળના રસ્તે થઈને ગંડક નદી બની ભારતમાં પ્રવેશ કરે છે. આ કારણે નીચાણવાળા વિસ્તારો પર પૂરની સંભવિત અસર અંગે સતત નજર રાખવામાં આવી રહી છે. આ Barrier Lake ભારતીય સરહદથી આશરે 120 થી 140 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે. જો આ બંધ તૂટશે તો GLOF જેવી વિનાશક પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
ચીનમાં બેરિયર લેક ફાટવાનો ખતરો
ગુજરાતના 4 સ્થળોથી ભિક્ષુકમુક્ત અભિયાન શરૂ
ગુજરાતના મુખ્ય ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર ભિક્ષાવૃત્તિ એક મોટી સામાજિક સમસ્યા છે. આ સ્થિતિ બદલવા અને ભિક્ષાવૃત્તિમાં ધકેલાયેલા લોકોને સન્માનજનક જીવન આપવા કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે 'ભિક્ષાવૃત્તિ મુક્ત અભિયાન' શરૂ કર્યું છે. પ્રથમ તબક્કામાં વડોદરા, ગીર સોમનાથ, એકતાનગર અને પાવાગઢની પસંદગી થઈ છે. આ લોકોને એકત્ર કરી, કાઉન્સિલિંગ આપી, આધાર, રેશન અને આયુષ્માન કાર્ડ જેવા દસ્તાવેજ બનાવી, આશ્રય આપી પ્રધાનમંત્રી દક્ષ યોજના હેઠળ તાલીમ અપાશે જેથી તેઓ સ્વનિર્ભર બની શકે.
ગુજરાતના 4 સ્થળોથી ભિક્ષુકમુક્ત અભિયાન શરૂ
સુરતમાં રક્ષાબંધનના બીજા દિવસે 'વાસી બળેવ'ની 88 વર્ષ જૂની કરુણ ઘટના
સુરતમાં રક્ષાબંધનના બીજા દિવસે 'વાસી બળેવ' ઉજવવાની પરંપરા પાછળ 1938ની તાપી બોટ ટ્રેજેડી જોડાયેલી છે. 12 ઓગસ્ટ, 1938ના રોજ બળેવના દિવસે તાપી નદીમાં વધુ પડતા લોકો હોડીમાં બેસતા હોડી પલટી ગઈ હતી. આ ગોઝારી દુર્ઘટનામાં 80થી વધુ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાની યાદમાં, કેટલાક મૂળ સુરતી પરિવારોએ રક્ષાબંધનના બીજા દિવસે બળેવ ઉજવવાનું શરૂ કર્યું, જે 'વાસી બળેવ' તરીકે ઓળખાય છે. આ પરંપરા આજે પણ અમુક પરિવારોમાં જળવાઈ રહી છે, જે એક કરુણ સ્મૃતિ અને શ્રદ્ધાંજલિ છે.
સુરતમાં રક્ષાબંધનના બીજા દિવસે 'વાસી બળેવ'ની 88 વર્ષ જૂની કરુણ ઘટના
ગુજરાતમાં 92% વાવેતર સામે 75% વરસાદ
ગુજરાતમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ચોમાસાના અંતિમ તબક્કામાં, 92% વાવેતર સામે માત્ર 75% વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદ ખેંચાવાને કારણે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં હજારો હેક્ટરમાં ઊભો ખરીફ પાક સુકાઈ રહ્યો છે. જો તાત્કાલિક વરસાદ નહીં પડે, તો ખેડૂતોનો સંપૂર્ણ મોલ બળી જવાનો ભય છે. ખાસ કરીને મગફળી, સોયાબીન અને અડદ જેવા પાકો સૌથી વધુ જોખમમાં છે, જે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે.
ગુજરાતમાં 92% વાવેતર સામે 75% વરસાદ
અમદાવાદમાં મીઠાઈ-ફરસાણની દુકાનો પર ટેસ્ટિંગ કિટ ફરજિયાત
અમદાવાદ શહેરના વિકાસ સાથે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ સમસ્યાને પહોંચી વળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે. હવે શહેરની તમામ મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ખાદ્ય પદાર્થોના પ્રાથમિક ટેસ્ટિંગ માટેની કિટ ફરજિયાત રાખવી પડશે. આનાથી ગ્રાહકોને કોઈપણ અખાદ્ય કે ભેળસેળયુક્ત પદાર્થ અંગે શંકા જાય તો તેઓ જાતે જ કિટ દ્વારા ચકાસણી કરી શકશે અને જરૂર જણાય તો AMC તંત્રને ફરિયાદ પણ કરી શકશે.
અમદાવાદમાં મીઠાઈ-ફરસાણની દુકાનો પર ટેસ્ટિંગ કિટ ફરજિયાત
ગાયકવાડના દીવાનજીને સપનામાં દેખાયા 'નાગનાથ મહાદેવ'
અમરેલી શહેરની મધ્યમાં આવેલું ગાયકવાડી સમયનું 'નાગનાથ મહાદેવ' શિવાલય ખૂબ જ પ્રખ્યાત છે. એક દંતકથા અનુસાર, સ્ટેટના દીવાનજી વિઠ્ઠલરાવ દેવાજીને સ્વપ્નમાં અલૌકિક શિવલિંગના પ્રાગટ્યનો સંકેત મળ્યો. આ પહેલા, દીવાનજીની ગાયો એક ચોક્કસ જગ્યાએ આવીને આપમેળે દૂધ વહેવડાવતી હતી, જે ભરવાડે જોયું. દીવાનજીએ સ્વપ્ન બાદ તે જગ્યાએ ખોદકામ કરાવતા સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું. વિક્રમ સંવત 1869માં મંદિરનો પાયો નંખાયો અને 60 હજાર રૂપિયાના ખર્ચે મંદિર બન્યું. શ્રાવણ માસમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.
ગાયકવાડના દીવાનજીને સપનામાં દેખાયા 'નાગનાથ મહાદેવ'
અમદાવાદમાં કિડનીદાન: 41 બહેનોએ ભાઈને બચાવ્યો
અમદાવાદની સિવિલ હોસ્પિટલની ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરમાં છેલ્લા પાંચ વર્ષમાં 41 બહેનોએ પોતાના ભાઈઓને કિડનીદાન આપી જીવન બચાવ્યું છે. આ ઉપરાંત 6 ભાઈઓએ પણ પોતાની બહેનોને કિડનીનું દાન કર્યું છે. કિડની મેળવનાર એક ભાઈએ જણાવ્યું કે, મારી બહેને મને નવજીવનની ભેટ આપી છે. આઈકેડીઆરસીના હેડ ડૉ. પ્રાંજલ મોદીએ કહ્યું કે, સ્ત્રીઓના સંવેદનશીલતા અને ત્યાગને કારણે તેઓ કિડની દાનમાં હંમેશા મોખરે રહે છે.
અમદાવાદમાં કિડનીદાન: 41 બહેનોએ ભાઈને બચાવ્યો
તળાજામાં રક્ષાબંધનનો ઉત્સાહ: બજારોમાં ખરીદીનો માહોલ
મોંઘવારી અને મંદી વચ્ચે પણ તળાજા પંથકમાં રક્ષાબંધનના પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. બજારમાં અંતિમ ઘડીની ખરીદીનો માહોલ જામતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો. રાખડીના ભાવમાં ૨૦%નો વધારો થયો હોવા છતાં, બહેનોએ ભાઈઓ માટે મોંઘી રાખડીઓ ખરીદી. ચાંદીનો ભાવ આસમાને હોવા છતાં, ગત વર્ષની તુલનામાં આ વર્ષ ચાંદીની રાખડીનું વેચાણ ત્રણ ગણું વધ્યું, અને સોનાની રાખડીઓની પણ માંગ રહી. મીઠાઈની દુકાનોમાં પણ લોકોની ભીડ જોવા મળી.
તળાજામાં રક્ષાબંધનનો ઉત્સાહ: બજારોમાં ખરીદીનો માહોલ
ચીનના હિમાલયી પ્રોજેક્ટ્સ: પડોશી દેશો માટે સંભવિત જોખમ
નેપાળમાં તાજેતરમાં થયેલી ભયાનક જળહોનારત, જે ગ્લેશિયર બર્સ્ટ અને ભૂસ્ખલન સાથે જોડાયેલી છે, તેણે ચીનના હિમાલય ક્ષેત્રમાં ચાલી રહેલા વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, જેમ કે ડેમ, રેલવે અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ, પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ ઘટના પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારોમાં આવા મોટા પાયાના નિર્માણના જોખમોને ઉજાગર કરે છે. ચીનના મેગા પ્રોજેક્ટ્સ, ખાસ કરીને યારલુંગ ત્સાંગપો (બ્રહ્મપુત્રા) પરનો ડેમ, અને સિચુઆન-તિબેટ રેલવે, ભૂસ્તરશાસ્ત્રીય અસ્થિરતા અને કુદરતી આફતોનું જોખમ વધારે છે, જેના પરિણામો નેપાળ, ભારત અને અન્ય પડોશી દેશોને ભોગવવા પડી શકે છે.
ચીનના હિમાલયી પ્રોજેક્ટ્સ: પડોશી દેશો માટે સંભવિત જોખમ
મહુવા ડિવિઝનના બે સબ ડિવિઝનમાં વીજચોરી
મહુવા ડિવિઝનના જેસર અને બગદાણા સબ ડિવિઝનમાં PGVCL દ્વારા વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. ભાવનગર વર્તૂળ કચેરી હેઠળની ૧૫ ટીમોએ કુલ ૧૬૩ વીજ કનેક્શનોની તપાસ કરી. આ તપાસમાં ૩૪ રહેણાંકી અને ૨ વાણિજ્યિક મળી કુલ ૩૬ કનેક્શનોમાં રૂપિયા ૧૧.૮૮ લાખની વીજચોરી ઝડપાઈ. PGVCL દ્વારા વીજચોરી કરનારાઓ સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
મહુવા ડિવિઝનના બે સબ ડિવિઝનમાં વીજચોરી
નેપાળમાં વિનાશક પૂર, ભૂકંપના આંચકા: 389 મોત, 1500થી વધુ ગુમ
નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં 389 લોકોના મોત થયા છે અને 1500થી વધુ લોકો હજુ પણ ગુમ છે. 290 ભારતીય નાગરિકો પણ ગુમ છે, જેના શોધ પ્રયાસો ચાલુ છે. પૂરમાં વિનાશ બાદ ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા, જેની તીવ્રતા 3.2 હતી. ભારત અને નેપાળ વચ્ચેનો રોડ સંપર્ક ખોરવાયો છે, જેના કારણે દિલ્હી-કાઠમંડુ બસ સેવા સ્થગિત કરવામાં આવી છે. ભારત 28 ઓગસ્ટના રોજ રાહત સામગ્રી મોકલશે. વિદેશ મંત્રાલયે કંટ્રોલ રૂમ સ્થાપ્યો છે.
નેપાળમાં વિનાશક પૂર, ભૂકંપના આંચકા: 389 મોત, 1500થી વધુ ગુમ
ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસની ટિકિટોનું રેકોર્ડ વેચાણ
ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસની ટિકિટોનું વેચાણ રેકોર્ડબ્રેક રહ્યું છે, જ્યાં પ્રથમ 48 કલાકમાં જ 26,000 ટિકિટો વેચાઈ ગઈ છે. આ ન્યૂઝીલેન્ડ ક્રિકેટની પ્રી-સેલમાં અભૂતપૂર્વ માગ દર્શાવે છે. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારા આ 12 મેચના પ્રવાસમાં 5 T20, 5 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ટીમ 2019-20 પછી પ્રથમ વખત ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમશે. ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતેની વ્હાઈટ-બોલ મેચોની ટિકિટો સૌથી વધુ વેચાઈ રહી છે, જે દર્શાવે છે કે ચાહકો દુનિયાના મોટા ક્રિકેટ સ્ટાર્સને લાઈવ જોવા માટે ઉત્સુક છે.
ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસની ટિકિટોનું રેકોર્ડ વેચાણ
ભાવનગર લઠ્ઠાકાંડમાં દિલ્હીથી મિથેનોલ સપ્લાય કરનારા ત્રણ મુખ્ય આરોપી ઝડપાયા
ભાવનગર લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે. નકલી દારૃ બનાવવા માટે દિલ્હીથી અમદાવાદ સુધી મિથેનોલ સપ્લાય કરતા ત્રણ મુખ્ય શખ્સો, જેમ કે પ્રમોદકુમાર બુડાકોટી, રોહિત પ્રધાન અને કેશવ જાટવ, દિલ્હી પોલીસની મદદથી ઝડપાયા છે. આ ધરપકડ બાદ કુલ આરોપીઓનો આંકડો ૩૧ પર પહોંચ્યો છે. આ શખ્સોને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ પર ભાવનગર લાવવાની તજવીજ ચાલી રહી છે. આ કેસમાં ગેરકાયદે દારૃના સપ્લાય ચેઈનના મૂળ સુધી પહોંચવામાં પોલીસને મહત્વની કડી મળી છે.
ભાવનગર લઠ્ઠાકાંડમાં દિલ્હીથી મિથેનોલ સપ્લાય કરનારા ત્રણ મુખ્ય આરોપી ઝડપાયા
સંસ્કારીનગરીમાં સૂર્યમુખી જેવા સોલાર ટ્રી
વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા ‘નેટ ઝીરો ઇનિશિયેટિવ’ હેઠળ પર્યાવરણ જાળવણી અને રિન્યુએબલ એનર્જી માટે ફૂલ જેવા આકર્ષક સોલાર ટ્રી પ્રોજેક્ટ શરૂ કરાયો છે. પ્રથમ તબક્કામાં 10 સ્થળો પર 20 સોલાર ટ્રી લગાવ્યા છે, જેમાં 3 જગ્યાએ વીજ ઉત્પાદન શરૂ થયું. આ પ્રોજેક્ટથી વાર્ષિક 2,62,800 યુનિટ વીજ ઉત્પાદન થશે, જે પાલિકાને દર વર્ષે 18.40 લાખ રૂપિયાથી વધુની આર્થિક બચત કરાવશે. ₹4.93 કરોડના ખર્ચે બનેલા આ ટ્રીમાં પાંદડાં સોલાર પેનલનું કામ કરશે અને નજીવી જગ્યામાં 5 KW સુધીની ક્ષમતા મળશે.
સંસ્કારીનગરીમાં સૂર્યમુખી જેવા સોલાર ટ્રી
નેપાળમાં વિનાશક પૂરમાં મુંબઈના ગુજરાતી કૈલાસ-માનસરોવર યાત્રિકો સુરક્ષિત
નેપાળના રસુવા જિલ્લામાં ચીનની સરહદ નજીક ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી હતી. આ પૂરમાં અનેક મકાનો અને પ્રોજેક્ટોને નુકસાન થયું હતું. કૈલાસ-માનસરોવર યાત્રાએ ગયેલા મુંબઈના ગુજરાતી યાત્રિકો સહિત તમામ 92 સભ્યો સદનસીબે સુરક્ષિત છે. યાત્રાના કાર્યક્રમમાં સમયસર થયેલા ફેરફારને કારણે તેઓ ઘટનાસ્થળથી દૂર રહી શક્યા હતા. યાત્રિકોએ વૈકલ્પિક માર્ગ અપનાવીને સુરક્ષિત રીતે પરત ફર્યા છે.
નેપાળમાં વિનાશક પૂરમાં મુંબઈના ગુજરાતી કૈલાસ-માનસરોવર યાત્રિકો સુરક્ષિત
ભુજના માંડવીની કોલેજમાં PCOD પર સેમિનાર
શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, માંડવી ખાતે મહિલા સેલ અને ઇનર વ્હીલ ક્લબ ઓફ માંડવી દ્વારા પીસીઓડી (PCOD) વિષય પર એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરાયું. મુખ્ય વક્તા ડૉ. નેહા કાપ્ટાએ વિદ્યાર્થીનીઓને PCOD ના લક્ષણો, કારણો અને સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે વિસ્તૃત જાણકારી આપી. કોલેજના આચાર્ય ડૉ. મહેશ બારડે વિદ્યાર્થીનીઓને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અને યોગ્ય જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો. આ કાર્યક્રમમાં યોગ્ય આહાર, પૂરતી ઊંઘ અને તણાવમુક્ત જીવનશૈલી અપનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.
ભુજના માંડવીની કોલેજમાં PCOD પર સેમિનાર
બાંદ્રા-ભુજ ટ્રેનમાં દારૂની હેરાફેરી: પ્રવાસીઓએ ત્રણને ઝડપી પાડ્યા
બાંદ્રા ટર્મિનસથી ભુજ જતી ટ્રેનના AC કોચમાં મુસાફરોએ સીટ નીચે છુપાવેલો દારૂનો મોટો જથ્થો શોધી કાઢ્યો. લાંબા સમય સુધી કોઈ બેગ લેવા નહીં આવતા શંકા ગઈ અને તપાસ કરતાં દારૂની બોટલો અને પાઉચનો જથ્થો મળી આવ્યો. આ દરમિયાન મુસાફરોએ કોચમાં હાજર ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને પણ ઘેરી લીધા હતા. સુરત પહોંચતા RPF-જીઆરપી દોડી આવી અને દારૂના જથ્થા સાથે ત્રણ શંકાસ્પદ બુટલેગરોની અટકાયત કરી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બાંદ્રા-ભુજ ટ્રેનમાં દારૂની હેરાફેરી: પ્રવાસીઓએ ત્રણને ઝડપી પાડ્યા
બિલ ગેટ્સની AI વિશે ગંભીર ચેતવણી
માઈક્રોસોફ્ટનાં સંસ્થાપક બિલ ગેટ્સે AIના ઝડપી વિકાસ અંગે મોટી ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે AI આવનારા સમયમાં નોકરીઓ, સરકાર, કારોબાર અને માનવીય સંબંધો પર ઊંડી અસર કરશે. AIને કારણે એન્ટ્રી-લેવલ અને મિડ-લેવલની નોકરીઓ પર સૌથી વધુ ખતરો છે, જેનાથી યુવાનોને શરૂઆતમાં તકો મળવી મુશ્કેલ બનશે. આ ટેકનોલોજીના મોટા બદલાવો માટે દુનિયા હજુ તૈયાર નથી, તેથી અત્યારથી જ તૈયારી શરૂ કરવી જરૂરી છે.
બિલ ગેટ્સની AI વિશે ગંભીર ચેતવણી
૧૯૭૧ યુદ્ધ બાદ વિખૂટા પડેલા પરિવારોની ભાવુક રક્ષાબંધન ઉજવણી
૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ પાકિસ્તાનથી આવીને થરાદના શિવનગરમાં વસેલા અનેક હિન્દુ પરિવારો પોતાના સરહદ પાર રહેતા સ્વજનોથી વિખૂટા પડી ગયા છે. આ વર્ષે પણ, મોબાઈલ વીડિયો કોલના માધ્યમથી, બહેનોએ પાકિસ્તાનમાં રહેતા ભાઈઓના ચહેરા જોઈને રક્ષાબંધનની ભાવુક ઉજવણી કરી. આ ટેક્નોલોજી હજારો કિલોમીટરના અંતર વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમનો સેતુ બની રહી છે. ભૌગોલિક સીમાઓ ભલે અલગ પાડે, પરંતુ આ પરિવારોની ઈચ્છા છે કે નિયમો સરળ બને અને તેઓ પોતાના પ્રિયજનોને મળી શકે.
૧૯૭૧ યુદ્ધ બાદ વિખૂટા પડેલા પરિવારોની ભાવુક રક્ષાબંધન ઉજવણી
સુરતી શિક્ષકની અનોખી પહેલ
સુરતના નરેશ મહેતા, જેમને કોઈ સગી બહેન નથી, તેમણે ગુજરાતભરની 3000થી વધુ બહેનો-દીકરીઓને Free Online Education આપી ડોક્ટર અને ટીચર બનવામાં મદદ કરી છે. છેલ્લા 12 વર્ષથી, તેઓ આર્થિક કે અન્ય કારણોસર અભ્યાસ છોડી ચૂકેલી મહિલાઓને તેમના અધૂરા સપનાઓને નવી પાંખો આપી રહ્યા છે. આ Uniqueness celebrate કરવા, 321 બહેન-દીકરીઓએ રક્ષાબંધન પર તેમને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા, જેમાં તેમના દીકરાઓ અને માતાઓ પણ સાથે હતા.
સુરતી શિક્ષકની અનોખી પહેલ
આબુની હોટલમાં વેઈટરને હાર્ટ એટેક: પાટીદાર પરિવારે CPR આપી બચાવ્યો જીવ
માઉન્ટ આબુની હિલલોક હોટલમાં અચાનક વેઈટર કિશનલાલને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. મહેસાણા APMCના પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલ અને તેમના પરિવારે સમય ગુમાવ્યા વિના તાત્કાલિક CPR (Cardiopulmonary resuscitation) આપી વેઈટરનો જીવ બચાવ્યો. વિષ્ણુ પટેલના પુત્ર જયે મોઢા વડે શ્વાસ આપી વેઈટરને ફરીથી જીવંત કર્યા. આ ઘટના હોટલના CCTVમાં કેદ થઈ હતી. કુદરતે એક વ્યકિતનો જીવ બચાવવાનો મોકો આપ્યો તે બદલ વિષ્ણુ પટેલ ભગવાનનો આભાર માને છે.
આબુની હોટલમાં વેઈટરને હાર્ટ એટેક: પાટીદાર પરિવારે CPR આપી બચાવ્યો જીવ
ભુજ ગેઇમ્સમાં CISP તાલીમ
ભુજ સ્થિત અદાણી મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણને વધુ મજબૂત કરવા બે દિવસીય કરિક્યુલમ ઇમ્પ્લિમેન્ટેશન સપોર્ટ પ્રોગ્રામ (CISP) યોજાયો. નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા નિયુક્ત CISP કો-ઓર્ડિનેટર ડૉ. ઈલેશ કોટેચાની ઉપસ્થિતિમાં, ગેઇમ્સના 30 ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો. તેમને યોગ્યતા આધારિત તબીબી શિક્ષણ (CBME) અભ્યાસક્રમના અસરકારક અમલીકરણ અંગે માર્ગદર્શન અપાયું. કાર્યક્રમમાં પુસ્તક જ્ઞાન સાથે કૌશલ્ય, વલણ, નૈતિક મૂલ્યો અને સંચારક્ષમતા વિકસાવવાની ચર્ચા થઈ. મેડિકલ ડિરેક્ટર ડો. નરેન્દ્ર હિરાણી અને ડીન ડો. અજીત કુમાર ખિલનાનીના માર્ગદર્શન હેઠળ આયોજન થયું.
ભુજ ગેઇમ્સમાં CISP તાલીમ
ડી-માર્ટના બ્રેડમાં ફુગ:ફૂ ડ ઈન્સ્પેક્ટરે કાર્યવાહીને બદલે FSSAIને મેલ કરીને હાથ ઊંચા કરી દીધા
સુરતના વરાછામાં સબ્જીના કારણે બાળકીના મૃત્યુ બાદ ખોરાક ચેકિંગ ચાલી રહ્યું છે, ત્યારે અડાજણના ડી-માર્ટમાં ફુગવાળા બ્રેડ મળ્યા. ગ્રાહકે ‘ફ્રેશપ’ બ્રાન્ડના બ્રેડ ખરીદ્યા, જેની એક્સપાયરી ડેટ 27 ઓગસ્ટ હોવા છતાં ફુગ હતી. સ્થાનિક ફૂડ સેફ્ટી ઈન્સ્પેક્ટર સમિત દેસાઈએ FSSAI લાયસન્સ હોવાનું જણાવી FSSAIને મેલ કરીને કાર્યવાહી તેમની હદમાં હોવાનું કહી હાથ ઊંચા કરી દીધા. મુખ્ય આરોગ્ય અધિકારીના આદેશ બાદ તપાસ શરૂ થઈ.
ડી-માર્ટના બ્રેડમાં ફુગ:ફૂ ડ ઈન્સ્પેક્ટરે કાર્યવાહીને બદલે FSSAIને મેલ કરીને હાથ ઊંચા કરી દીધા
7 JCB દ્વારા 17 દિવસમાં 19 હજાર ક્યુબિક મીટર માટી ખસેડાઈ
સુરતમાં 3 ખાડી પૂર અને લાખો લોકોના આંદોલન બાદ તંત્રએ સરકારને રિપોર્ટ રજૂ કરવાનો હોવાથી, સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન યુદ્ધના ધોરણે 7 JCB ઉતારીને ખાડીઓ પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા 17 દિવસમાં 19 હજાર ક્યુબિક મીટર માટી ઉલેચવામાં આવી છે. અલથાણ સ્થિત કાંકરા ખાડીનો પટ પહોળો કરવા માટી ઉલેચવાની કામગીરી તેજ કરાઈ છે, જે આગામી દિવસોમાં સચિન તરફ આગળ વધશે. LiDAR અને હાઇડ્રૉલૉજી સર્વેના આધારે કાયમી ઉકેલની દિશા નક્કી કરાશે.