મેટાએ સવારે ચાર વાગે આઠ હજાર કર્મચારીઓને પાણીચું આપ્યું.
ફેસબૂસની માલિક અને સોશિયલ મીડિયા કંપની મેટામાં વહેલી સવારે ચાર વાગે આઠ હજાર કર્મચારીઓને પાણીચુ પકડાવી દેવાયું છે. ટેક સેક્ટરમાં હવે કર્મચારીઓની હકાલપટ્ટીનું નવું જ કલ્ચર વિકસ્યુ છે. બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ સિંગાપોરમાં મેટાના કર્મચારીઓને સવારે ચાર વાગ્યાથી ઇ-મેઇલ મળવા લાગ્યા હતા. આ કવાયત થઈ તે પહેલા મેટામાં ૭૮ હજાર કર્મચારીઓ હતા, હવે તેની સંખ્યા સ્વાભાવિક રીતે ૭૦ હજાર થઈ ગઈ છે. તે હજી પણ છટણી કરે તે સંભાવના નકારી શકાય નહીં.
મેટાએ સવારે ચાર વાગે આઠ હજાર કર્મચારીઓને પાણીચું આપ્યું.
હજ યાત્રાના કારણે ટળ્યું મોટું વિશ્વયુદ્ધ!
સાઉદી અરેબિયા અને UAEના હસ્તક્ષેપથી અમેરિકા-ઈરાન વચ્ચેનું સંભવિત યુદ્ધ ટળ્યું. હજ યાત્રા અને મુસ્લિમોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાના બદલે વાતચીતનો માર્ગ અપનાવ્યો, જેથી મધ્ય-પૂર્વમાં શાંતિ જાળવી શકાય. અમેરિકા અને ઈઝરાયલે રમઝાન મહિનામાં 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો હતો. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈની હત્યા પણ રમઝાન મહિનામાં કરાઈ હતી. એટલું જ નહીં, બંને દેશોએ ઈદના દિવસે પણ ઈરાન પર હુમલા ચાલુ રાખ્યા હતા.
હજ યાત્રાના કારણે ટળ્યું મોટું વિશ્વયુદ્ધ!
PM મોદીએ UAE શાસકને આપી કેસર કેરી, કચ્છનું પેઇન્ટિંગ સહિત અનોખી ભેટ.
PM મોદીએ UAE ની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને ગુજરાતની કેસર કેરી, કચ્છનું રોગન પેઇન્ટિંગ, મેઘાલયના અનાનસ, મણિપુરના બ્લેક રાઇસ, મધ્ય પ્રદેશનું મહેશ્વરી સિલ્ક, તેલંગાણાનું ફિલિગ્રી બોક્સ, બિહારનું મિથિલા મખાના અને રાજસ્થાનની કોફ્તગરી કટાર જેવી ભારતીય સંસ્કૃતિ અને હસ્તકલાની અનોખી ભેટ આપી.
PM મોદીએ UAE શાસકને આપી કેસર કેરી, કચ્છનું પેઇન્ટિંગ સહિત અનોખી ભેટ.
ટ્રમ્પ ઈઝરાયલના PM બની શકે? જાણો શું કહે છે કાયદો.
ડોનાલ્ડ ટ્રમ્પ જો ઈઝરાયલના વડાપ્રધાન બનવાની વાત કરે, તો શું તે શક્ય છે? ઈઝરાયલના કાયદા મુજબ, કોઈ પણ વિદેશી નાગરિક, જે યહૂદી હોય અને ઈઝરાયલની નાગરિકતા મેળવી શકે, તે સાંસદ બનીને PM બની શકે છે. ટ્રમ્પ પોતે યહૂદી નથી, પરંતુ તેમની પુત્રી ઈવાન્કા ટ્રમ્પે યહૂદી ધર્મ અપનાવ્યો છે. જો ટ્રમ્પ ઈઝરાયલની નાગરિકતા મેળવે, તો સૈદ્ધાંતિક રીતે PM બની શકે છે.
ટ્રમ્પ ઈઝરાયલના PM બની શકે? જાણો શું કહે છે કાયદો.
ટ્રમ્પ-તાઇવાન પ્રમુખ વાતચીત, 47 વર્ષ જૂનો પ્રોટોકોલ તોડવાની તૈયારી.
1979 બાદ પહેલીવાર અમેરિકી-તાઇવાન ટોચના નેતાઓ વચ્ચે વાતચીતના સંકેત. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ તાઇવાનના રાષ્ટ્રપ્રમુખ લાઈ ચિંગ-તે સાથે વાત કરવા તૈયાર. આ 47 વર્ષ જૂનો રાજદ્વારી પ્રોટોકોલ તોડશે, જે ચીનને ઉશ્કેરી શકે છે. ટ્રમ્પે કહ્યું, "હું દરેક સાથે વાત કરું છું." અમેરિકા તાઇવાનને $14 બિલિયનના હથિયારો વેચી રહ્યું છે, જે ચીન સાથે Bargaining Chip બની શકે છે. તાઇવાન ચીનને શાંતિ ભંગ કરનાર ગણાવે છે.
ટ્રમ્પ-તાઇવાન પ્રમુખ વાતચીત, 47 વર્ષ જૂનો પ્રોટોકોલ તોડવાની તૈયારી.
ઇબોલાના ખૌફને કારણે India-Africa Summit મોકૂફ.
આફ્રિકામાં ફેલાતા ઇબોલા વાઈરસના કારણે ચોથી 'India-Africa Forum Summit' છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી આ નિર્ણય લીધો છે. આ સમિટ 10 વર્ષ બાદ યોજાવાની હતી. દેશના એરપોર્ટ અને બંદરો પર ખાસ તપાસ શરૂ કરાઈ છે, ખાસ કરીને કોંગો, યુગાન્ડા અને સુદાન જેવા દેશોમાંથી આવતા મુસાફરો માટે. ભારત આફ્રિકાને મદદ માટે તૈયાર છે.
ઇબોલાના ખૌફને કારણે India-Africa Summit મોકૂફ.
PM મોદીએ પાંચ દેશોના પ્રવાસ દરમિયાન વૈશ્વિક નેતાઓને ભારતની સંસ્કૃતિ અને કળાની અનોખી ભેટો આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈ, ઇટાલી સહિત પાંચ દેશોના પ્રવાસ દરમિયાન વૈશ્વિક નેતાઓને ભારતની સંસ્કૃતિ અને કળાની અનોખી ભેટો આપી. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ‘મેલોડી ટોફી’, આસામનું મુગા સિલ્ક અને મણિપુરનું શિનરુઈ લિલી સિલ્ક સ્ટોલ ભેટ મળ્યા. ઇટાલીના રાષ્ટ્રપતિ સર્જિયો મેટારેલાને પિએટ્રા ડુરા કળાવાળું માર્બલ બોક્સ અપાયું. UAEના રાષ્ટ્રપતિને કેસર કેરી ભેટ આપી ભારતની કલા, વારસો અને ‘વોકલ ફોર લોકલ’ને વૈશ્વિક ઓળખ અપાઈ. આ ભેટો ભારતની કલા, સંસ્કૃતિ અને સ્વાદની ઓળખ કરાવે છે.
PM મોદીએ પાંચ દેશોના પ્રવાસ દરમિયાન વૈશ્વિક નેતાઓને ભારતની સંસ્કૃતિ અને કળાની અનોખી ભેટો આપી.
પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ પાકિસ્તાનમાં માર્યો ગયો.
2019 પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ, જૈશ-એ-મોહમ્મદ કમાન્ડર હમઝા બુરહાનની પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં તેની ઓફિસમાં અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી. ISI દ્વારા સુરક્ષા મળવા છતાં, હુમલાખોરો ત્યાં પહોંચી ગયા અને ફાયરિંગ કર્યું, જેનાથી ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું. હમઝા, જે મૂળ જમ્મુ-કાશ્મીરનો હતો, ભારતથી ભાગીને પાકિસ્તાનમાં છુપાઈ ગયો હતો અને ત્યાં 'શિક્ષક' તરીકે ઓળખાતો હતો. પુલવામા હુમલા બાદ પણ તે PoKમાં આતંકીઓને ટ્રેનિંગ આપતો હતો અને ગેરકાયદેસર ઘૂસણખોરીનું સંચાલન કરતો હતો.
પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ પાકિસ્તાનમાં માર્યો ગયો.
Appleએ સાયબર ઠગો પર કર્યો સર્જિકલ સ્ટ્રાઈક, ₹18 હજાર કરોડનું ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોક્યું.
Appleએ 2025માં App Store પર 2.22 બિલિયન ડોલર, એટલે કે ₹18 હજાર કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોકી લાખો યુઝર્સને બચાવ્યા. છેલ્લા 6 વર્ષમાં 11.2 બિલિયન ડોલરથી વધુના ફ્રોડ ટ્રાન્ઝેક્શન અટકાવ્યા. AI અને હ્યુમન એક્સપર્ટ્સ દ્વારા 91 લાખથી વધુ એપ સબમિશન ચકાસ્યા, 20 લાખથી વધુ રદ કરી. 110 કરોડ નકલી એકાઉન્ટ્સ બનાવવાની કોશિશ નિષ્ફળ બનાવી. 59 હજારથી વધુ છેતરપિંડી કરતી એપ્સ દૂર કરી.
Appleએ સાયબર ઠગો પર કર્યો સર્જિકલ સ્ટ્રાઈક, ₹18 હજાર કરોડનું ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોક્યું.
ઈરાન પર હુમલા અંગે નેતન્યાહૂ-ટ્રમ્પ વચ્ચે મતભેદ!
ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે Iran મુદ્દે વ્યૂહરચનાને લઈને મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. મીડિયા અહેવાલો મુજબ તાજેતરની ફોન વાતચીત દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઈરાન પર ફરી સૈન્ય હુમલો કરવો કે રાજનૈતિક ચર્ચા ચાલુ રાખવી તે મુદ્દે ભારે તણાવ જોવા મળ્યો હતો. અહેવાલ અનુસાર નેતન્યાહૂ ઈરાનની સૈન્ય ક્ષમતાને નબળી પાડવા હુમલાના પક્ષમાં છે, જ્યારે વાતચીત પછી તેઓ ખૂબ ગુસ્સામાં અને અસંતોષમાં દેખાયા હતા.
ઈરાન પર હુમલા અંગે નેતન્યાહૂ-ટ્રમ્પ વચ્ચે મતભેદ!
ભરૂચ પાસે 130 મીટર સ્ટીલ સ્પાન લોન્ચ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો મોટો પડાવ.
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટમાં ગુજરાતના ભરૂચ પાસે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFCC) પર 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું સફળ લોન્ચિંગ થયું. આ 330 મીટર લાંબા બ્રિજનો 230 મીટર ભાગ પૂર્ણ થયો. 100 વર્ષ આયુષ્યવાળા આ બ્રિજનું નિર્માણ 'કાર્બન ફેક્ટરી વર્કશોપ'માં થયું. કાર્યરત ટ્રેક પર પડકારજનક લોન્ચિંગ, ટ્રાફિક જાળવીને, સલામતી અને ચોકસાઈથી થયું. ગુજરાતના 17માંથી 14 સ્ટીલ બ્રિજ પૂર્ણ, પ્રોજેક્ટ ગતિ પકડી રહ્યો છે.
ભરૂચ પાસે 130 મીટર સ્ટીલ સ્પાન લોન્ચ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો મોટો પડાવ.
અમદાવાદમાં ટ્રાફિક જામ ઉકેલવા AMC અને Google Mapsનો સ્માર્ટ પ્રોજેક્ટ.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) અને Google Maps દ્વારા AI આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટ કેમેરા વગર Google Mapsના 'લાઇવ ડેટા' નો ઉપયોગ કરીને ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવશે. AI સિસ્ટમ ટ્રાફિક જામ થતાં જ 'રિયલ ટાઇમ એલર્ટ' મોકલી આપશે, જેનાથી ટ્રાફિકને ડાયવર્ટ કરી શકાશે. SG Highway, Ashram Road જેવા વ્યસ્ત રૂટ્સ પર આ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે, જે અમદાવાદને 'સ્માર્ટ મોબિલિટી સિટી' બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે.
અમદાવાદમાં ટ્રાફિક જામ ઉકેલવા AMC અને Google Mapsનો સ્માર્ટ પ્રોજેક્ટ.
વૈશ્વિક ઊર્જા સંકટ: કેનેડાના PMનું સમાધાન સૂચન.
વિશ્વ ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે, જેમાં પુરવઠાની મર્યાદાઓ અને વધતી કિંમતો મુખ્ય છે. કેનેડાના PM માર્ક કાર્નીએ જણાવ્યું કે કેનેડા તેના કુદરતી સંસાધનો દ્વારા ઉકેલ લાવી શકે છે. તેઓએ ઊર્જા પ્રોજેક્ટ્સની ઝડપી મંજૂરી અને સ્વચ્છ ઊર્જા નીતિઓમાં ફેરફાર જેવા વિકલ્પો સૂચવ્યા. જોકે, બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયરનો પર્યાવરણીય ચિંતાઓને કારણે વિરોધ છે. આ મુદ્દે કેનેડામાં રાજકીય તણાવ વધ્યો છે.
વૈશ્વિક ઊર્જા સંકટ: કેનેડાના PMનું સમાધાન સૂચન.
નોર્વેની પત્રકારનો ખુલાસો: મોદીને શા માટે પૂછ્યા સવાલો
નરેન્દ્ર મોદીના નોર્વે પ્રવાસ દરમિયાન સ્થાનિક પત્રકાર Hella Langએ પ્રેસ બ્રિફિંગ બાદ તેમને સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોદી જવાબ આપ્યા વગર આગળ વધી ગયા હતા. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી હતી. બાદમાં હેલા લેંગે કહ્યું કે પત્રકાર તરીકે સવાલ પૂછવું તેમની ફરજ છે, ખાસ કરીને જ્યારે કોઈ શક્તિશાળી દેશનો વડા સંબંધ મજબૂત કરવા આવે. સોશિયલ મીડિયા પર તેમના આ પગલાની પ્રશંસા થઈ રહી છે અને અનેક લોકોએ તેમની હિંમતને બિરદાવી છે.
નોર્વેની પત્રકારનો ખુલાસો: મોદીને શા માટે પૂછ્યા સવાલો
ગુગલ મેપથી ટ્રાફિક પોલીસને રિયલ-ટાઈમ ડેટા મળશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન Google Mapsના 'Road Management Insights (RMI)' પ્લેટફોર્મનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. આ પ્રોજેક્ટ લાઇવ ટ્રાફિક ડેટા અને AI નો ઉપયોગ કરશે. SG હાઈવે, SP રીંગ રોડ, નારોલ, નરોડા સહિત 13 મુખ્ય રસ્તા પર ટ્રાફિક અથવા પાણી ભરાશે તો મિનિટોમાં ખબર પડી જશે. આ સિસ્ટમ ટ્રાફિક જામ, અકસ્માતો અને ભવિષ્યના માર્ગ આયોજનમાં મદદરૂપ થશે.
ગુગલ મેપથી ટ્રાફિક પોલીસને રિયલ-ટાઈમ ડેટા મળશે.
અમેરિકા અને ઇરાનના 'શાંતિ કરાર' હાથવેંતમાં હોવાના ટ્રમ્પનો સંકેત.
ભારત-પાક. યુદ્ધમાં વિમાનોના નુકસાનના આંકડાની ગણતરી કરીને મજાક કરતાં ટ્રમ્પને હવે જ્યારે અમેરિકાના ૪૨ વિમાનોનું નુકસાન ઇરાન યુદ્ધમાં થયું છે ત્યારે મોઢું સંતાડવું ભારે પડી રહ્યું છે. બીજી બાજુએ હજી પણ ઇરાને જાણે યુદ્ધ લડવા તૈયાર હોય તેમ રાજધાની તહેરાનમાં શસ્ત્ર પ્રદર્શન કર્યું હતું. દરમિયાનમાં ઇરાન સાથે કોઈપણ ઘડીએ શાંતિકરાર થાય તેવા ટ્રમ્પે સંકેતો આપ્યા હતા.
અમેરિકા અને ઇરાનના 'શાંતિ કરાર' હાથવેંતમાં હોવાના ટ્રમ્પનો સંકેત.
મોદી-મેલોનીના 'ચોકલેટી' વેપાર કરારો: ભારત આવવા આમંત્રણ.
રશિયા-ચીને ઇરાન યુદ્ધનું ઠીકરુ અમેરિકા-ઇઝરાયેલના માથે ફોડયું.
રશિયા અને ચીન હાલમાં ચાલતા ઇરાન યુદ્ધ કે ખાડીયુદ્ધનું ઠીકરુ અમેરિકા અને ઇઝરાયેલના માથે ફોડયું છે. તેમણે જણાવ્યું હતું કે બને દેશના મરજી મુજબના વલણે ફક્ત ઇરાન નહીં આખા વિશ્વને ઉર્જા અને નાણાકીય સંકટમાં મૂકી દીધું છે. અમેરિકા-ઇઝરાયેલના ઇરાન પરના હુમલાએ ફક્ત ઇરાનની જ નહીં પણ આખા મધ્યપૂર્વની આર્થિક અને રાજકીય સ્થિરતાને ભયમાં મૂકી દીધી છે.
રશિયા-ચીને ઇરાન યુદ્ધનું ઠીકરુ અમેરિકા-ઇઝરાયેલના માથે ફોડયું.
ઈરાન વર્લ્ડ વોર શરૂ કરશે ? ટ્રમ્પની ધમકીઓ, ઈરાનના સૈન્યની ભયાવહ ચેતવણી.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી તંગદિલી વચ્ચે ઈરાનની 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC)એ કડક ચેતવણી આપી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ અને ઈઝરાયલની હુમલાની માંગ સામે IRGCએ જણાવ્યું કે જો ઈરાન પર ફરી હુમલો થશે તો સંઘર્ષ માત્ર મધ્ય-પૂર્વ સુધી સીમિત નહીં રહે. નિવેદન અનુસાર, ઈરાન તરફથી વિનાશક જવાબી હુમલા કરવામાં આવશે અને દુશ્મનોને ભારે નુકસાન સહન કરવું પડશે, જેના કારણે વૈશ્વિક ચિંતા વધી ગઈ છે.
ઈરાન વર્લ્ડ વોર શરૂ કરશે ? ટ્રમ્પની ધમકીઓ, ઈરાનના સૈન્યની ભયાવહ ચેતવણી.
શી-જિનપિંગ સાથેની મુલાકાત સમયે જ પુતિને કહ્યું : 'હું અમેરિકા સાથે કામ કરવા તૈયાર છું'
રશિયાના પ્રમુખ પુતિન ચીન મુલાકાત દરમિયાન શી-જિનપિંગ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ દરમિયાન પુતિને જણાવ્યું કે તેઓ અમેરિકા સાથે કામ કરવા તૈયાર છે અને આ મુદ્દે શી જિનપિંગ સાથે પણ ચર્ચા થઈ ચૂકી છે. યુક્રેન યુદ્ધને કારણે અમેરિકાએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હોવા છતાં આ નિવેદનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ, ઈરાન અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી, જેના કારણે યુદ્ધ સમાપ્ત થવાની શક્યતાઓ અંગે અટકળો તેજ બની છે.
શી-જિનપિંગ સાથેની મુલાકાત સમયે જ પુતિને કહ્યું : 'હું અમેરિકા સાથે કામ કરવા તૈયાર છું'
અમેરિકાએ ઈરાનમાં 42 યુધ્ધ વિમાનો અને M.Q-9 રીપર ડ્રોન્સ ગુમાવ્યા.
અમેરિકી સંસદના કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ (CRS) મુજબ, અમેરિકાએ ઈરાન યુદ્ધમાં ફાયટર જેટસ સહિત 42 યુદ્ધ વિમાનો અને M.Q-9 રીપર ડ્રોન્સ ગુમાવ્યા છે અથવા તેને ભારે નુકસાન થયું છે. આ યાદીમાં F-15, F-35, A-10, C-135, E-3, C-130, SH-60B, MQ-9 અને MQ-4C વિમાનોનો સમાવેશ થાય છે. સંરક્ષણ વિભાગે આ માહિતી આપતાં જણાવ્યું કે આ સંખ્યામાં હજુ પણ વધારો થઇ શકે છે.
અમેરિકાએ ઈરાનમાં 42 યુધ્ધ વિમાનો અને M.Q-9 રીપર ડ્રોન્સ ગુમાવ્યા.
દુનિયાને આદર્શનો પાઠ ભણાવતું બ્રિટન ઝૂક્યું!
ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધથી વૈશ્વિક ઓઇલ બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. ઇંધણ સંકટ વચ્ચે બ્રિટને પોતાના રશિયા વિરોધી પ્રતિબંધોમાં રાહત આપતા ભારત અને તુર્કીયેની રિફાઇનરીઓમાં રશિયન ક્રૂડથી બનેલા ડીઝલ અને જેટ ઇંધણની આયાતને મંજૂરી આપી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ બ્રિટન દ્વારા જાહેર કરાયેલું નવું જનરલ લાઇસન્સ 20 મેથી અમલમાં આવ્યું છે. આ નિર્ણય વૈશ્વિક ઇંધણ સંકટ અને બદલાતા આર્થિક સમીકરણો વચ્ચે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
દુનિયાને આદર્શનો પાઠ ભણાવતું બ્રિટન ઝૂક્યું!
Google I/O 2026: Android 17 અને Android Autoની જાહેરાત!
ગૂગલે Google I/O 2026માં નવા Android 17 અને રીડિઝાઇન કરાયેલા Android Autoનું અનાવરણ કર્યું છે. નવી સિસ્ટમમાં AI આધારિત ‘Gemini Intelligence’ અને ‘Rambler’ જેવા સ્માર્ટ ફીચર્સ ઉમેરાયા છે, જે ઓનલાઈન કામો અને વોઇસ ટાઇપિંગને વધુ સરળ બનાવશે. યુઝર સુરક્ષા માટે એડવાન્સ એન્ટી-થેફ્ટ પ્રોટેક્શન અને બેકગ્રાઉન્ડ લોકેશન ઇન્ડિકેટર પણ આપવામાં આવ્યા છે. ઉપરાંત, Apple સાથે મળીને વિકસાવાયેલી નવી વાયરલેસ સિસ્ટમ દ્વારા iPhoneમાંથી Androidમાં ડેટા અને eSIM ટ્રાન્સફર કરવું વધુ સરળ બનશે.
Google I/O 2026: Android 17 અને Android Autoની જાહેરાત!
'કોકરોચ જનતા પાર્ટી': બેરોજગારોનો નવો અવાજ, સિસ્ટમ સામે વિરોધનો મોરચો.
ભારતમાં 'કોકરોચ જનતા પાર્ટી' (Cockroach Janata Party- CJP) નામનો નવો રાજકીય ટ્રેન્ડ ઉભરી આવ્યો છે. બેરોજગાર યુવાનો, ડિજિટલ મીમ્સ અને સંસ્થાકીય આક્રોશના મિશ્રણથી જન્મેલા આ પક્ષે માત્ર 72 કલાકમાં 1 લાખથી વધુ સભ્યોને જોડ્યા છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની ટિપ્પણી સામે વિરોધ રૂપે શરૂ થયેલ આ ચળવળ, તૃણમૂલ કોંગ્રેસના સાંસદો સહિત અનેક સેલિબ્રિટીઝને પણ આકર્ષી રહી છે. CJPનું સ્લોગન 'ધર્મનિરપેક્ષ, સમાજવાદી, લોકશાહી અને આળસુ!' છે અને તેના 5 મુદ્દાના મેનિફેસ્ટોમાં અનેક ગંભીર મુદ્દાઓ આવરી લેવાયા છે.
'કોકરોચ જનતા પાર્ટી': બેરોજગારોનો નવો અવાજ, સિસ્ટમ સામે વિરોધનો મોરચો.
WhatsApp નું નવું પ્રાઇવસી ફીચર: વાંચ્યા પછી મેસેજ થશે ગાયબ.
WhatsApp એક એવા નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે મેસેજ વંચાઈ ગયા પછી તેને આપોઆપ ડિલીટ કરી દેશે. "આફ્ટર રીડિંગ” નામનું આ નવું અપડેટ હાલમાં એન્ડ્રોઇડ અને આઇઓએસના પસંદગીના બીટા યુઝર્સ દ્વારા ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર યુઝર્સને 5 મિનિટ, 1 કલાક કે 12 કલાક પછી મેસેજ ગાયબ કરવાનો વિકલ્પ આપશે. વધુમાં, મેટા AI માટે 'ઇનકોગ્નિટો ચેટ' ફીચર પણ આવી રહ્યું છે, જે ચેટ હિસ્ટ્રી સેવ કર્યા વિના ખાનગી વાતચીત માટે ઉપયોગી થશે.
WhatsApp નું નવું પ્રાઇવસી ફીચર: વાંચ્યા પછી મેસેજ થશે ગાયબ.
ઓઇલ ગેસની ચિંતા, હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં!
ભારતે અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝ જળમાર્ગ પરથી ફરી ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાય શરૂ કરવા મોટી તૈયારીઓ શરૂ કરી છે. સૂત્રો મુજબ, ભારતે આ સમગ્ર પ્લાનને અંતિમ રૂપ આપી દીધો અને જહાજો મોકલવાની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારી કંપની શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ પણ ખાડી ક્ષેત્રમાં ઓપરેશન શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. પરંતુ આ માટે ભારતીય નૌકાદળ અને કેન્દ્ર સરકારની અંતિમ સુરક્ષા મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ઈરાન યુદ્ધ બાદ હોર્મુઝ જળમાર્ગ અત્યંત સંવેદનશીલ બન્યો હોવા છતાં ભારત સપ્લાય ચેન ફરી સક્રિય કરવા પ્રયત્ન કરી રહ્યું છે.
ઓઇલ ગેસની ચિંતા, હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં!
PM મોદીને પ્રશ્ન પૂછતાં પત્રકાર હેલી લિંગના Facebook-Insta એકાઉન્ટ સસ્પેન્ડ.
નોર્વેની પત્રકાર હેલી લિંગે PM મોદીને પૂછેલા પ્રશ્નો બાદ દાવો કર્યો છે કે તેના Facebook અને Instagram એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયા છે. ઓસ્લોમાં ભારતીય અધિકારી સિબી જ્યોર્જ સાથેની દલીલ બાદ મેટા કંપનીએ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. આ ઘટના પ્રેસની આઝાદી પર પ્રશ્નો ઊભા કરે છે. આ વિવાદ બાદ હેલીના X એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યામાં મોટો વધારો થયો છે.
PM મોદીને પ્રશ્ન પૂછતાં પત્રકાર હેલી લિંગના Facebook-Insta એકાઉન્ટ સસ્પેન્ડ.
અમેરિકાને ઈરાનનો પડકાર, 'નામોનિશાન મિટાવી દઈશું'.
ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો ફરી યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરશે તો ઈરાન અમેરિકન આર્મીને ભારે નુકસાન પહોંચાડવા સજ્જ છે. ઈરાન અમેરિકાના ફાઇટર જેટ્સને તોડી પાડવામાં ખચકાશે નહીં. અમેરિકન રિપોર્ટ મુજબ, અગાઉના સંઘર્ષમાં અમેરિકાના 42 hi-tech વિમાનો અને ડ્રોન તબાહ થયા હતા. ટ્રમ્પે પણ ઈરાન પર હુમલાની સંભવિત તારીખ જાહેર કરી છે.
અમેરિકાને ઈરાનનો પડકાર, 'નામોનિશાન મિટાવી દઈશું'.
અમેરિકા-કેનેડા સંરક્ષણ સમજૂતી સ્થગિત.
અમેરિકા અને કેનેડા વચ્ચેની દાયકાઓ જૂની સંરક્ષણ ભાગીદારીમાં તણાવ વધ્યો છે. અમેરિકાના નાયબ સંરક્ષણ મંત્રી એલ્બ્રિજ કોલ્બીએ 1940માં સ્થાપિત ‘પર્મેનન્ટ જોઇન્ટ બોર્ડ ઓન ડિફેન્સ’ને હાલ માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ઓગ્ડેન્સબર્ગ સમજૂતી હેઠળ બનેલું આ બોર્ડ ઉત્તર અમેરિકાની સુરક્ષા, હવાઈ સંરક્ષણ, નોરાડ સહયોગ, રક્ષણ સાધનોના ઉત્પાદન અને નાટો તાલમેલ માટે મહત્વપૂર્ણ સલાહકાર મંચ તરીકે કાર્ય કરતું હતું. અમેરિકાનો આ નિર્ણય બંને દેશોના સૈન્ય સંબંધોમાં અસામાન્ય અને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
અમેરિકા-કેનેડા સંરક્ષણ સમજૂતી સ્થગિત.
ટ્રમ્પનો દાવો: ઈરાન યુદ્ધ પૂરું થતાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વૈશ્વિક ઓઇલ સંકટ છે. ક્રૂડ ઓઇલ $110 પ્રતિ બેરલ છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં પૂરું થશે અને ઓઇલના ભાવ ઘટશે. ઈરાન શાંતિ કરાર કરવા આતુર છે, અને જો ડીલ સફળ થાય તો ભાવ ઝડપથી ઘટશે. સાઉદી અરેબિયા અને UAE સહિતના દેશો મધ્યસ્થી કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન પર હુમલો કરવાના હતા, પણ મધ્યસ્થીઓના કારણે ઈરાદો બદલ્યો. ટ્રમ્પના નિવેદન બાદ ભાવમાં થોડી નરમી આવી છે, પણ મધ્યપૂર્વના પુરવઠા જોખમને કારણે ભાવ ઊંચા છે.