ઈરાન વર્લ્ડ વોર શરૂ કરશે ? ટ્રમ્પની ધમકીઓ, ઈરાનના સૈન્યની ભયાવહ ચેતવણી.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી તંગદિલી વચ્ચે ઈરાનની 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC)એ કડક ચેતવણી આપી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ અને ઈઝરાયલની હુમલાની માંગ સામે IRGCએ જણાવ્યું કે જો ઈરાન પર ફરી હુમલો થશે તો સંઘર્ષ માત્ર મધ્ય-પૂર્વ સુધી સીમિત નહીં રહે. નિવેદન અનુસાર, ઈરાન તરફથી વિનાશક જવાબી હુમલા કરવામાં આવશે અને દુશ્મનોને ભારે નુકસાન સહન કરવું પડશે, જેના કારણે વૈશ્વિક ચિંતા વધી ગઈ છે.
ઈરાન વર્લ્ડ વોર શરૂ કરશે ? ટ્રમ્પની ધમકીઓ, ઈરાનના સૈન્યની ભયાવહ ચેતવણી.
મહારાષ્ટ્ર રાજકારણ: NCPના 22 ધારાસભ્યો શરદ પવાર સાથે!
મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ: નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારની NCPના 22 ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં. NCPSP અને NCP વચ્ચે મર્જરની ચર્ચાઓ તેજ. શરદ પવાર જૂથના નેતાઓ મર્જરનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ શરદ પવાર મૌન છે. આ ઘટનાક્રમ પાર્ટીમાં મૂંઝવણ ઊભી કરી રહ્યો છે.
મહારાષ્ટ્ર રાજકારણ: NCPના 22 ધારાસભ્યો શરદ પવાર સાથે!
શી-જિનપિંગ સાથેની મુલાકાત સમયે જ પુતિને કહ્યું : 'હું અમેરિકા સાથે કામ કરવા તૈયાર છું'
રશિયાના પ્રમુખ પુતિન ચીન મુલાકાત દરમિયાન શી-જિનપિંગ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ દરમિયાન પુતિને જણાવ્યું કે તેઓ અમેરિકા સાથે કામ કરવા તૈયાર છે અને આ મુદ્દે શી જિનપિંગ સાથે પણ ચર્ચા થઈ ચૂકી છે. યુક્રેન યુદ્ધને કારણે અમેરિકાએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હોવા છતાં આ નિવેદનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ, ઈરાન અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી, જેના કારણે યુદ્ધ સમાપ્ત થવાની શક્યતાઓ અંગે અટકળો તેજ બની છે.
શી-જિનપિંગ સાથેની મુલાકાત સમયે જ પુતિને કહ્યું : 'હું અમેરિકા સાથે કામ કરવા તૈયાર છું'
અમેરિકાએ ઈરાનમાં 42 યુધ્ધ વિમાનો અને M.Q-9 રીપર ડ્રોન્સ ગુમાવ્યા.
અમેરિકી સંસદના કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ (CRS) મુજબ, અમેરિકાએ ઈરાન યુદ્ધમાં ફાયટર જેટસ સહિત 42 યુદ્ધ વિમાનો અને M.Q-9 રીપર ડ્રોન્સ ગુમાવ્યા છે અથવા તેને ભારે નુકસાન થયું છે. આ યાદીમાં F-15, F-35, A-10, C-135, E-3, C-130, SH-60B, MQ-9 અને MQ-4C વિમાનોનો સમાવેશ થાય છે. સંરક્ષણ વિભાગે આ માહિતી આપતાં જણાવ્યું કે આ સંખ્યામાં હજુ પણ વધારો થઇ શકે છે.
અમેરિકાએ ઈરાનમાં 42 યુધ્ધ વિમાનો અને M.Q-9 રીપર ડ્રોન્સ ગુમાવ્યા.
પક્ષપલટો એ જ પ્રગતિ! સી.જે ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્વની જવાબદારી.
ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ દ્વારા 18 સમિતિઓની જાહેરાત કરાઈ છે. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર સહિત અનેક નેતાઓને પ્રમુખ અને સભ્ય તરીકે મહત્વની જવાબદારીઓ સોંપાઈ છે. નાણાકીય અને બિન-નાણાકીય સમિતિઓ સરકારના ખર્ચ, વહીવટ અને કાયદાકીય કામકાજ પર દેખરેખ રાખશે.
પક્ષપલટો એ જ પ્રગતિ! સી.જે ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્વની જવાબદારી.
દુનિયાને આદર્શનો પાઠ ભણાવતું બ્રિટન ઝૂક્યું!
ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધથી વૈશ્વિક ઓઇલ બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. ઇંધણ સંકટ વચ્ચે બ્રિટને પોતાના રશિયા વિરોધી પ્રતિબંધોમાં રાહત આપતા ભારત અને તુર્કીયેની રિફાઇનરીઓમાં રશિયન ક્રૂડથી બનેલા ડીઝલ અને જેટ ઇંધણની આયાતને મંજૂરી આપી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ બ્રિટન દ્વારા જાહેર કરાયેલું નવું જનરલ લાઇસન્સ 20 મેથી અમલમાં આવ્યું છે. આ નિર્ણય વૈશ્વિક ઇંધણ સંકટ અને બદલાતા આર્થિક સમીકરણો વચ્ચે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
દુનિયાને આદર્શનો પાઠ ભણાવતું બ્રિટન ઝૂક્યું!
'કોકરોચ જનતા પાર્ટી': બેરોજગારોનો નવો અવાજ, સિસ્ટમ સામે વિરોધનો મોરચો.
ભારતમાં 'કોકરોચ જનતા પાર્ટી' (Cockroach Janata Party- CJP) નામનો નવો રાજકીય ટ્રેન્ડ ઉભરી આવ્યો છે. બેરોજગાર યુવાનો, ડિજિટલ મીમ્સ અને સંસ્થાકીય આક્રોશના મિશ્રણથી જન્મેલા આ પક્ષે માત્ર 72 કલાકમાં 1 લાખથી વધુ સભ્યોને જોડ્યા છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની ટિપ્પણી સામે વિરોધ રૂપે શરૂ થયેલ આ ચળવળ, તૃણમૂલ કોંગ્રેસના સાંસદો સહિત અનેક સેલિબ્રિટીઝને પણ આકર્ષી રહી છે. CJPનું સ્લોગન 'ધર્મનિરપેક્ષ, સમાજવાદી, લોકશાહી અને આળસુ!' છે અને તેના 5 મુદ્દાના મેનિફેસ્ટોમાં અનેક ગંભીર મુદ્દાઓ આવરી લેવાયા છે.
'કોકરોચ જનતા પાર્ટી': બેરોજગારોનો નવો અવાજ, સિસ્ટમ સામે વિરોધનો મોરચો.
ઓઇલ ગેસની ચિંતા, હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં!
ભારતે અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝ જળમાર્ગ પરથી ફરી ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાય શરૂ કરવા મોટી તૈયારીઓ શરૂ કરી છે. સૂત્રો મુજબ, ભારતે આ સમગ્ર પ્લાનને અંતિમ રૂપ આપી દીધો અને જહાજો મોકલવાની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારી કંપની શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ પણ ખાડી ક્ષેત્રમાં ઓપરેશન શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. પરંતુ આ માટે ભારતીય નૌકાદળ અને કેન્દ્ર સરકારની અંતિમ સુરક્ષા મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ઈરાન યુદ્ધ બાદ હોર્મુઝ જળમાર્ગ અત્યંત સંવેદનશીલ બન્યો હોવા છતાં ભારત સપ્લાય ચેન ફરી સક્રિય કરવા પ્રયત્ન કરી રહ્યું છે.
ઓઇલ ગેસની ચિંતા, હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં!
'આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે...', રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર.
રાહુલ ગાંધીએ ‘મેલોડી’ ટૉફી મામલે નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે દેશ આર્થિક પડકારો સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન ઈટાલીમાં ટૉફી વહેંચી રહ્યા છે. રાહુલે ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને નાના વેપારીઓની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને આને “નેતૃત્વ નહીં, નાટક” ગણાવ્યું. ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મોદી દ્વારા ‘મેલોડી’ ટૉફી ગિફ્ટ કરાયા બાદ સોશિયલ મીડિયા પર #Melodi ચર્ચામાં આવ્યું હતું. મેલોનીએ આ ગિફ્ટ માટે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.
'આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે...', રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર.
મમતાના ભત્રીજાની સંપત્તિઓ પર કાર્યવાહી?
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના અભિષેક બેનરજીની મિલકતો સામે કોલકાતા નગર નિગમ (KMC) દ્વારા મોટી કાર્યવાહી થવાના સંકેત મળ્યા છે. મીડિયા અહેવાલો મુજબ KMCએ તેમની 17 જેટલી મિલકતો અંગે ગેરકાયદે બાંધકામ મામલે નોટિસ પાઠવી છે અને નકશા, લિફ્ટ તથા એસ્કેલેટર સંબંધિત દસ્તાવેજો માંગ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પણ TMC નેતાઓની મિલકતોની વિગતો એકત્ર કરવાની સૂચના આપી હોવાનું કહેવાય છે. અભિષેક બેનરજી પાસે આ નોટિસને કાનૂની રીતે પડકારવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.
મમતાના ભત્રીજાની સંપત્તિઓ પર કાર્યવાહી?
PM મોદીને પ્રશ્ન પૂછતાં પત્રકાર હેલી લિંગના Facebook-Insta એકાઉન્ટ સસ્પેન્ડ.
નોર્વેની પત્રકાર હેલી લિંગે PM મોદીને પૂછેલા પ્રશ્નો બાદ દાવો કર્યો છે કે તેના Facebook અને Instagram એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયા છે. ઓસ્લોમાં ભારતીય અધિકારી સિબી જ્યોર્જ સાથેની દલીલ બાદ મેટા કંપનીએ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. આ ઘટના પ્રેસની આઝાદી પર પ્રશ્નો ઊભા કરે છે. આ વિવાદ બાદ હેલીના X એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યામાં મોટો વધારો થયો છે.
PM મોદીને પ્રશ્ન પૂછતાં પત્રકાર હેલી લિંગના Facebook-Insta એકાઉન્ટ સસ્પેન્ડ.
અમેરિકાને ઈરાનનો પડકાર, 'નામોનિશાન મિટાવી દઈશું'.
ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો ફરી યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરશે તો ઈરાન અમેરિકન આર્મીને ભારે નુકસાન પહોંચાડવા સજ્જ છે. ઈરાન અમેરિકાના ફાઇટર જેટ્સને તોડી પાડવામાં ખચકાશે નહીં. અમેરિકન રિપોર્ટ મુજબ, અગાઉના સંઘર્ષમાં અમેરિકાના 42 hi-tech વિમાનો અને ડ્રોન તબાહ થયા હતા. ટ્રમ્પે પણ ઈરાન પર હુમલાની સંભવિત તારીખ જાહેર કરી છે.
અમેરિકાને ઈરાનનો પડકાર, 'નામોનિશાન મિટાવી દઈશું'.
GCAS ઓફિસમાં ABVP દ્વારા તોડફોડ, એડમિશન પોર્ટલની ખામીઓ સામે રોષ.
GCAS પોર્ટલમાં વ્યાપક ખામીઓના વિરોધમાં ABVP દ્વારા KCG ખાતે ઉગ્ર દેખાવો કરાયા. સંતોષકારક ઉત્તર ન મળતા GCASની ઓફિસનો દરવાજો તોડી નાખ્યો. પોલીસે અટકાવતા બહાર ધરણા પર બેસી રામધૂન બોલાવી. GCAS પોર્ટલમાં સતત ટેકનિકલ મુશ્કેલીઓ અને વિદ્યાર્થીઓની સમસ્યાઓના નિવારણના અભાવે આક્રમક વલણ અપનાવાયું. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસથી રેલી કાઢી GCAS ઓફિસ પહોંચતા ઘર્ષણ થયું. અધિકારીઓના નકારાત્મક વલણથી આક્રોશિત કાર્યકર્તાઓએ એન્ટ્રી ગેટ તોડી નાખ્યો.
GCAS ઓફિસમાં ABVP દ્વારા તોડફોડ, એડમિશન પોર્ટલની ખામીઓ સામે રોષ.
અમેરિકા-કેનેડા સંરક્ષણ સમજૂતી સ્થગિત.
અમેરિકા અને કેનેડા વચ્ચેની દાયકાઓ જૂની સંરક્ષણ ભાગીદારીમાં તણાવ વધ્યો છે. અમેરિકાના નાયબ સંરક્ષણ મંત્રી એલ્બ્રિજ કોલ્બીએ 1940માં સ્થાપિત ‘પર્મેનન્ટ જોઇન્ટ બોર્ડ ઓન ડિફેન્સ’ને હાલ માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ઓગ્ડેન્સબર્ગ સમજૂતી હેઠળ બનેલું આ બોર્ડ ઉત્તર અમેરિકાની સુરક્ષા, હવાઈ સંરક્ષણ, નોરાડ સહયોગ, રક્ષણ સાધનોના ઉત્પાદન અને નાટો તાલમેલ માટે મહત્વપૂર્ણ સલાહકાર મંચ તરીકે કાર્ય કરતું હતું. અમેરિકાનો આ નિર્ણય બંને દેશોના સૈન્ય સંબંધોમાં અસામાન્ય અને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
અમેરિકા-કેનેડા સંરક્ષણ સમજૂતી સ્થગિત.
ટ્રમ્પનો દાવો: ઈરાન યુદ્ધ પૂરું થતાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વૈશ્વિક ઓઇલ સંકટ છે. ક્રૂડ ઓઇલ $110 પ્રતિ બેરલ છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં પૂરું થશે અને ઓઇલના ભાવ ઘટશે. ઈરાન શાંતિ કરાર કરવા આતુર છે, અને જો ડીલ સફળ થાય તો ભાવ ઝડપથી ઘટશે. સાઉદી અરેબિયા અને UAE સહિતના દેશો મધ્યસ્થી કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન પર હુમલો કરવાના હતા, પણ મધ્યસ્થીઓના કારણે ઈરાદો બદલ્યો. ટ્રમ્પના નિવેદન બાદ ભાવમાં થોડી નરમી આવી છે, પણ મધ્યપૂર્વના પુરવઠા જોખમને કારણે ભાવ ઊંચા છે.
ટ્રમ્પનો દાવો: ઈરાન યુદ્ધ પૂરું થતાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે.
ગુજરાતમાં કોંગ્રેસનું 'રિસોર્ટ પોલિટિક્સ'!
બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી ગયો છે. પક્ષપલટાની આશંકાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પોતાના વિજેતા સભ્યોને સુરક્ષિત રાખવા માટે ‘રિસોર્ટ પોલિટિક્સ’નો સહારો લીધો છે. આગામી 25 તારીખે યોજાનારી ચૂંટણી પહેલાં કોંગ્રેસે સત્તા અકબંધ રાખવાના પ્રયાસરૂપે તમામ સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે, જેથી કોઈ સભ્ય પક્ષ બદલી ન શકે અથવા વિરોધી પક્ષના સંપર્કમાં ન આવે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે મેદાન માર્યું છે, જ્યારે BJPના ફાળે 10 બેઠકો આવી છે.
ગુજરાતમાં કોંગ્રેસનું 'રિસોર્ટ પોલિટિક્સ'!
ભાજપ સરકાર ટૂંક સમયમાં દિલ્હીમાંથી હટી જશે: મમતા બેનર્જી
TMCની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ચૂંટણી પછીની કથિત હિંસા વિરુદ્ધ મમતા બેનર્જી વકીલના ડ્રેસમાં કોર્ટ પહોંચ્યા હતા. 2026ની ચૂંટણીમાં ભાજપે 207 બેઠકો જીતતા TMC માત્ર 80 બેઠકો સુધી સીમિત રહી હતી. કાલીઘાટ ખાતે ધારાસભ્યોને સંબોધતા મમતાએ દાવો કર્યો કે ભવિષ્યમાં ભાજપને કેન્દ્રની સત્તાથી પણ હટાવવામાં આવશે. તેમણે કહ્યું કે બંગાળમાં TMCનું શાસન ભલે સમાપ્ત થયું હોય, પરંતુ ભાજપ સામેની લડાઈ ચાલુ રહેશે.
ભાજપ સરકાર ટૂંક સમયમાં દિલ્હીમાંથી હટી જશે: મમતા બેનર્જી
PM મોદી અને મેલોનીની Rome માં સેલ્ફી વાઇરલ!
PM મોદી યુરોપીય પ્રવાસના અંતિમ ચરણમાં ઇટાલી પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું. ઇટાલીના PM જૉર્જિયા મેલોનીના આમંત્રણ પર આ યાત્રા બંને દેશોના વ્યૂહાત્મક સંબંધો માટે ખાસ છે. Rome પહોંચતા PM મેલોનીએ PM મોદી સાથે શાનદાર સેલ્ફી શેર કરી, જેના કેપ્શનમાં લખ્યું, 'રોમમાં તમારું સ્વાગત છે, મારા મિત્ર!' આ તસવીર તરત જ વાઇરલ થઈ ગઈ.
PM મોદી અને મેલોનીની Rome માં સેલ્ફી વાઇરલ!
PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની G7 સમિટમાં મુલાકાત.
આગામી જૂનમાં ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટમાં PM નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે. આ 16 મહિના બાદ બંને નેતાઓ વચ્ચેની પ્રથમ મુલાકાત હશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા PM મોદીને વિશેષ આમંત્રણ અપાયું છે. ભારત G7નો સભ્ય ન હોવા છતાં, તેની વૈશ્વિક ભૂમિકાને કારણે તેને આમંત્રિત કરાયું છે. આ મુલાકાત વૈશ્વિક સમીકરણો અને દ્વિપક્ષીય સંબંધો માટે મહત્વપૂર્ણ ગણાશે.
PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની G7 સમિટમાં મુલાકાત.
PM મોદી-મેલોની સેલ્ફી ઇટાલી પહોંચતા વાયરલ.
PM મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર પહોંચ્યા. મેલોનીએ PM મોદીનું સ્વાગત કરતી સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, જે વાયરલ થઈ. આ તેમનો ઇટાલીનો પહેલો દ્વિપક્ષીય પ્રવાસ છે. અગાઉ પણ COP28 અને G7 શિખર સંમેલનમાં તેમની તસવીરો ચર્ચામાં રહી હતી. પ્રવાસ દરમિયાન PM મોદી રાષ્ટ્રપતિ અને PM મેલોની સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને CEO સાથે સંવાદ કરશે.
PM મોદી-મેલોની સેલ્ફી ઇટાલી પહોંચતા વાયરલ.
એક રાષ્ટ્ર, એક ચૂંટણી: JPC ગુજરાતમાં, રાજ્યોની મુલાકાત
"એક રાષ્ટ્ર, એક ચૂંટણી" (One Nation, One Election) મામલે JPC ગુજરાતમાં છે, જ્યાં રાજકીય પક્ષો અને ધારાસભ્યો સાથે ચર્ચા કરી રહી છે. JPCના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ ગુજરાતના પ્રેઝન્ટેશનને મોડલ ગણાવ્યું છે. આ મુદ્દે વિવિધ રાજ્યોની મુલાકાતો અને પક્ષોના અભિપ્રાયો ધ્યાનમાં લેવાઈ રહ્યા છે.
એક રાષ્ટ્ર, એક ચૂંટણી: JPC ગુજરાતમાં, રાજ્યોની મુલાકાત
ટ્રમ્પની ઈરાનને ધમકી: શુક્રવાર કે વીકએન્ડ પર નવો હુમલો.
મેટા 10% કર્મચારીની છટણી કરશે!
મેટાએ આ અઠવાડિયામાં વૈશ્વિક સ્તરે મોટા પાયે કર્મચારી ઘટાડાની જાહેરાત કરી છે. કંપની હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ક્ષેત્રમાં વધુ ઝડપથી આગળ વધવા માટે પોતાના આંતરિક માળખામાં મોટા ફેરફારો કરી રહી છે.કંપનીના ચીફ પીપલ ઓફિસર જેનેલ ગેલે કર્મચારીઓને મોકલાયેલા મેમો મુજબ, બુધવારે કંપની પોતાની કુલ કર્મચારી સંખ્યામાંથી લગભગ 10 ટકા કર્મચારીઓને હટાવશે.
મેટા 10% કર્મચારીની છટણી કરશે!
ગુજરાતમાં JPCની ટીમનો બીજો દિવસ: CM સહિત રાજકીય નેતાઓ સાથે મિટિંગ.
લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે યોજવા બંધારણ સુધારા અંગે JPC ગુજરાતમાં છે. મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ અને વિપક્ષ નેતા સહિત અનેક રાજકીય આગેવાનો સાથે ચર્ચા થશે. 'વન નેશન વન ઈલેક્શન'થી સમય અને રૂ.7 લાખ કરોડની બચત થશે. ગુજરાતના પ્રેઝન્ટેશનમાં વિકાસ કાર્યો અને અર્થતંત્ર પર ચૂંટણીઓની અસરની વિગતવાર ચર્ચા કરાઈ.
ગુજરાતમાં JPCની ટીમનો બીજો દિવસ: CM સહિત રાજકીય નેતાઓ સાથે મિટિંગ.
ટોચની ૧૦૦ કંપનીઓમાં ભારતની કોઈ કંપની નહીં.
હાલમાં, માર્કેટ કેપ પ્રમાણે વિશ્વની ટોચની ૧૦૦ કંપનીઓમાં ભારતની કોઈ કંપની સામેલ નથી. અમેરિકાના ટેરિફ અને પશ્ચિમ એશિયા યુદ્ધના કારણે ભારતીય ઇક્વિટીમાં ઘટાડો થયો, જેના પરિણામે ભારતીય કંપનીઓની માર્કેટ કેપમાં ઘટાડો થયો. ૨૦૨૫ની શરૂઆતમાં, રિલાયન્સ, TCS, અને HDFC બેંક ટોચની ૧૦૦માં હતી. રિલાયન્સ, જે ૨૦૨૫માં ૫૭મા અને ૨૦૨૬માં ૭૩મા સ્થાને હતી, તે હવે ૧૦૫મા સ્થાને છે.
ટોચની ૧૦૦ કંપનીઓમાં ભારતની કોઈ કંપની નહીં.
મહુવા ભાજપમાં મહાકલેશ!
મહુવા નગરપાલિકાની સત્તાની ખુરશી કબજે કરનાર ભાજપે હજુ વહીવટ સંભાળ્યો નથી. ત્યારે મહાકલેશન સામે આવ્યો છે. પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે મળેલી બેઠક પૂર્ણ થયા બાદ શહેર પ્રમુખ અને કાઉન્સિલરના બે જૂથો જાહેરમાં જ ધબધબાટી ઉપર ઉતરી આવતા લાકડી અને ધોકા લઈ એકબીજા પર તૂટી પડયાં હતા. ન.પા.ની બહાર અને પોલીસ ચોકીની સામે જ ઘટેલી શરમજનક ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.
મહુવા ભાજપમાં મહાકલેશ!
શું ઉત્તર પ્રદેશમાં સપા કોંગ્રેસ સાથે ચૂંટણી લડશે?
ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. બંગાળમાં ભાજપની જીત પછી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી કયા આયોજન સાથે મેદાનમાં ઉતરશે એના પર બધાની નજર છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીનો દેખાવ ખુબ સારો રહ્યો હતો. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પોતાની રણનીતિ અત્યારથી ખુલ્લી કરવા માંગતા નથી. એક નિવેદનમાં એમણે કહ્યું હતું કે અમારા વિરોધી ખુબ શક્તિશાળી છે એટલે અમારે રણનીતિ જાહેર કરવી જોઈએ નહીં.
શું ઉત્તર પ્રદેશમાં સપા કોંગ્રેસ સાથે ચૂંટણી લડશે?
સિગિરિયા કિલ્લો: પ્રાચીન એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો
શ્રીલંકામાં આવેલો સિગિરિયા કિલ્લો, જેને લાયન રોક પણ કહેવાય છે, તે પાંચમી સદીનો engineering marvel છે. રાજા કશ્યપ દ્વારા નિર્મિત આ fort, સત્તા, સંઘર્ષ અને architectural brilliance દર્શાવે છે. તેમાં painted frescoes, mirror wall, hydraulic systems અને એક mountain-top swimming pool નો સમાવેશ થાય છે. આ UNESCO World Heritage site, ancient knowledge અને artistic excellence નું પ્રતીક છે, જે પ્રવાસીઓને mesmerize કરે છે.
સિગિરિયા કિલ્લો: પ્રાચીન એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો
સ્નેક આઇલેન્ડ: જ્યાં મોતનું સામ્રાજ્ય, માનવી પ્રવેશ નિષિદ્ધ.
ટોમહોક: ઓછી ઊંચાઈએ ઊડતી, રડારથી છુપાયેલી શક્તિશાળી મિસાઈલ.
અમેરિકાની ટોમહોક ક્રૂઝ મિસાઈલ અત્યાધુનિક, લાંબા અંતરની શસ્ત્ર છે. નીચી ઊંચાઈએ ઉડવાની ક્ષમતા અને GPS, TERCOM ટેકનોલોજી દ્વારા લક્ષ્યને ચોકસાઈથી ભેદવાની ક્ષમતા તેને રડારથી અદ્રશ્ય બનાવે છે. 1970ના દાયકામાં વિકસિત, આ મિસાઈલ સૈન્ય કાર્યવાહીમાં ખુબ પ્રભાવી સાબિત થઈ છે.
ટોમહોક: ઓછી ઊંચાઈએ ઊડતી, રડારથી છુપાયેલી શક્તિશાળી મિસાઈલ.
પરવાળાના ખડકોમાં પ્રાણ ફૂંકતું સંગીત.
જમૈકાના ઉત્તરીય કિનારે, જ્યાં જેમ્સ બોન્ડની ફિલ્મ શૂટ થઈ હતી, ત્યાં પરવાળાના ખડકોને બચાવવા મ્યુઝિકનો ઉપયોગ થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો અને કલાકારો 'અંડરવોટર બૂમબોક્સ' દ્વારા તંદુરસ્ત રીફના અવાજો વગાડી રહ્યા છે, જેથી મૃત્યુ પામી રહેલા કોરલ રીફ્સમાં ફરી પ્રાણ ફૂંકી શકાય. આ 'એકોસ્ટિક એનરિચમેન્ટ' પ્રયોગ માછલીઓ અને લાર્વાને આકર્ષે છે, જે ખડકોના પુનર્જીવનમાં મદદ કરે છે.