ઇટાલીના જૈનિક સિનરએ વિમ્બલ્ડન જીત્યું, અલ્કારાઝને હરાવ્યો, ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં હાર્યાના 5 અઠવાડિયા પછી જીત.
ઇટાલીના જૈનિક સિનરએ વિમ્બલ્ડન જીત્યું, અલ્કારાઝને હરાવ્યો, ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં હાર્યાના 5 અઠવાડિયા પછી જીત.
Published on: 14th July, 2025

વિશ્વના નંબર-1 જૈનિક સિનરે વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું. તેઓ આ ટાઇટલ જીતનાર પ્રથમ ઇટાલિયન ખેલાડી બન્યા છે. લંડનમાં કાર્લોસ અલ્કારાઝને 4-6, 6-4, 6-4, 6-4થી હરાવ્યો. આ જીતથી અલ્કારાઝ સાથેનો 5 અઠવાડિયા જૂનો સ્કોર સેટલ કર્યો. પોલેન્ડની ઇગા સ્વિયાટેકે મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. વિમ્બલ્ડન 1877માં શરૂ થયેલી સૌથી જૂની ટેનિસ ટુર્નામેન્ટ છે અને ઓલ ઈંગ્લેન્ડ ક્લબ દ્વારા આયોજિત છે.