ઈરાને ઈઝરાયલ પર બેલેસ્ટિક-સુપર સોનિક મિસાઈલોનો મારો ચલાવ્યો, 6ના મોત, 130થી વધુ ઈજાગ્રસ્ત
Published on: 15th June, 2025
Israel vs Iran Updates : ઈરાનને પરમાણુ કરાર કરી લેવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કરી રહેલા અમેરિકાએ ઈઝરાયલ મારફતે ઈરાન વિરુદ્ધ યુદ્ધની શરૂઆત કરાવી દીધી છે ત્યારે આ ભીષણ યુદ્ધના પરિણામ હવે દેખાવા લાગ્યા છે. ઈઝરાયલ ઈરાનના પરમાણુ અને ઓઈલ ક્ષેત્રોને નિશાન બનાવી ભીષણ હુમલા કરી રહ્યું છે. જેની સામે ઈરાને પણ પીછેહઠ ન કરતાં ઈઝરાયલની રાજધાની ગણાતી તેલ અવીવમાં તથા હાઈફા શહેરમાં ભયાનક હુમલા શરૂ કર્યા છે. પહેલા ડ્રોન અને પછી બેલેસ્ટિક તથા સુપરસોનિક જેવી ઘાતક મિસાઈલો વડે ઈરાને ઈઝરાયલમાં અફરાતફરી મચાવી દીધી છે. ઈરાને પ્રોજેક્ટાઈલ વડે પણ હુમલા કરી તેલ અવીવ અને હાઇફા શહેરને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 6 ઈઝરાયલીઓના મોત તથા 130 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે.

Published at: June 15, 2025
Read More at ગુજરાત સમાચાર