ભારતીય મૂળના વકીલ નાવી પીલ્લેને શાંતિનો પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર એનાયત
ભારતીય મૂળના વકીલ નાવી પીલ્લેને શાંતિનો પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર એનાયત
Published on: 10th October, 2026

ભારતીય મૂળના આફ્રિકન મહિલા વકીલ નાવી પીલ્લેને શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. આંતરરાષ્ટ્રીય કાયદા ઘડવામાં અને માનવ અધિકારોના રક્ષણમાં તેમના યોગદાન બદલ તેમને આ સન્માન અપાયું છે. તેઓ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ન્યાયાધીશ અને સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ અધિકાર પંચના વડા રહી ચૂક્યા છે. દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામેની લડતમાં નેલ્સન મંડેલાના વકીલ તરીકે પણ તેમણે સેવા આપી હતી. ૧૦ ડિસેમ્બરે ઓસ્લોમાં તેમને ગોલ્ડ મેડલ અને ૧૧.૫ કરોડ રૂપિયાની ધનરાશિ એનાયત કરાશે.