મુંબઈમાં જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે ભારત-US ટ્રેડ ડીલ પર ચર્ચા
અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો બે દિવસીય ભારત પ્રવાસે મુંબઈ પહોંચ્યા હતા. તેમણે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને પ્રસ્તાવિત ટ્રેડ ડીલ અંગે ચર્ચા થઈ. રુબિયોએ ભારતને અમેરિકાનો મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યો અને ટ્રેડ ડીલ અંગે ટૂંક સમયમાં સારા સમાચાર મળવાની આશા વ્યક્ત કરી. તેઓ ગુજરાતના જામનગરની પણ મુલાકાત લેશે.
