ટ્રમ્પના એક નિવેદનથી શેરબજાર ગેલમાં દરેક ક્ષેત્રનો પોઝિટીવ દ્રષ્ટિકોણ
ટ્રમ્પના એક નિવેદનથી શેરબજાર ગેલમાં દરેક ક્ષેત્રનો પોઝિટીવ દ્રષ્ટિકોણ
Published on: 21st June, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઇરાન સાથે મંત્રણાના દ્વાર હજુ ખુલ્લાં છે. ઇરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ રશિયા-યુક્રેન યુદ્ધની જેમ લાંબું ચાલવાની શક્યતા બતાવવામાં આવી રહી છે. ટ્રમ્પના નિવેદનથી શુક્રવારે ભારતમાં શેરબજારમાં ઉત્સાહ જોવા મળ્યો, સેન્સેક્સ 1046 પોઈન્ટ્સ વધીને બંધ થયો. આ પરિસ્થિતિને લીધે નાણાકીય બજારોમાં સકારાત્મક અસર નોંધાઈ હતી. યુદ્ધના માહોલમાં ભારતના શેરબજારમાં ૧૦૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો જોવા મળે તે આશ્ચર્યજનક કહી શકાય. ભારતના બજારો પર રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-ઇરાન યુદ્ધની અસર નોંધપાત્ર રીતે પડી નથી તે હકીકત છે.