લમણે પિસ્તોલ રાખી શાંતિદૂત બનવા નીકળેલા ટ્રમ્પ નિષ્ફળ પુરવાર થયા
લમણે પિસ્તોલ રાખી શાંતિદૂત બનવા નીકળેલા ટ્રમ્પ નિષ્ફળ પુરવાર થયા
Published on: 15th June, 2025

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિકરાળ સ્થિતિ ધારણ કરી શકે. ઇઝરાયેલે ઈરાન ઉપર કરેલા હુમલા અને પછી શુક્રવારની રાત્રે ઈરાને આપેલા વળતા જવાબ બાદ દુનિયાભરમાં ચિંતા ફેલાઈ છે. બન્ને દેશ એકબીજાને ભરીપીવા મેદાને પડયા છે. અમેરિકાએ પહેલા તહેરાન ઉપરના હુમલામાં કોઈ ભૂમિકા નથી એવી વાત કરી હાથ ધોઈ નાખ્યા પણ હવે પરમ મિત્ર ઇઝરાયેલ માટે સૈનિકો અને શો ખડા કરી દીધા છે. બીજી તરફ, ઈરાને ધમકી આપી છે કે કોઇપણ દેશ સ્થિત મિલીટરી બેઝનો ઉપયોગ થાય, તે જે પણ દેશનો બેઝ હોય તેને પણ વળતો જવાબ આપવામાં આવશે. સ્ફોટક આ સ્થિતિમાં યુદ્ધ વિરામ અને શાંતિ સ્થાપવાની વાતો કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ અને રીતિ ખુલ્લી પડી ગઈ છે.