એમિલી બ્લન્ટ, ઓબામા અને એલિયન
એમિલી બ્લન્ટ, ઓબામા અને એલિયન
Published on: 19th June, 2026

હોલિવુડ સ્ટાર એમિલી બ્લન્ટે તાજેતરમાં અગ્રણી ફિલ્મસર્જક સ્ટીવન સ્પીલબર્ગ દિગ્દશત આગામી સાયન્સ-ફિક્શન ફિલ્મ 'ડિસ્ક્લોઝર ડે'ના સેટની એક રમૂજી અને થોડી ક્ષોભજનક ઘટના શેર કરી. એમિલીએ યાદ કર્યું કે ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ ફિલ્મના સેટની મુલાકાત લીધી ત્યારે પોતે કેવી વિચિત્ર રીતે શાંત બની ગઈ. જોકે ત્યાર પછી બંને વચ્ચે રોમાંચક વાતચીત થઈ હતી. એમિલીના મનપસંદ એસિડ-વોશ ડેનિમ જેકેટે થોડી ગરબડ કરી નાખી હતી. એમિલીએ જણાવ્યું કે તેણે ઓબામા માટે અનામત રખાયેલી ખુરશી પર પોતાનું વિન્ટેજ સ્ટાઈલ જેકેટ મૂકી દીધું હતું.