ચીને મસ્કની જાસૂસી કરવા ચાઇનીઝ જનરલને વેઇટ્રેસ તરીકે રોકી હતી.
ચીને મસ્કની જાસૂસી કરવા ચાઇનીઝ જનરલને વેઇટ્રેસ તરીકે રોકી હતી.
Published on: 23rd May, 2026

સ્વતંત્ર બ્લોગર જેનિફર ઝેંગે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ચીનના પ્રવાસ દરમિયાન અમેરિકન પ્રતિનિધિમંડળની જાસૂસી કરવાનો આરોપ ચીન પર મૂક્યો છે. તેણે આક્ષેપ કર્યો હતો કે અમેરિકન પ્રતિનિધિમંડળની આસપાસ જે હતા તે વેઇટર કે વેઇટ્રેસ નહીં પણ ચાઇનીઝ મિલિટરી ઓફિસર હતા. જો કે તેનો આ ચોંકાવનારો દાવો સાવ નવો નથી, તે અગાઉ પણ આવા દાવા કરી ચૂકી છે. ઝેંગ આ અગાઉ ચોંકાવનારો દાવો કરી ચૂકી છે કે કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા ચીને કરાવી છે, જેથી ભારતને તેમા ફિટ કરીને પશ્ચિમી દેશો અને તેમની વચ્ચેના સંબંધો બગાડી શકાય.