2027ના વર્ષ માટે એચ-1બી વિઝાના રજિસ્ટ્રેશનમાં 38.5 ટકાનો ધરખમ ઘટાડો
2027ના વર્ષ માટે એચ-1બી વિઝાના રજિસ્ટ્રેશનમાં 38.5 ટકાનો ધરખમ ઘટાડો
Published on: 23rd May, 2026

અમેરિકાએ H-1B વિઝા માટે નવી પૉલિસી અમલી બનાવી હતી. ટ્રમ્પ સરકારે સ્થાનિક અમેરિકન યુવાનોને આઈટીમાં નોકરી મળે તે માટે એવી પૉલિસી લાગુ પાડી છે કે જે વિદેશી આઈટી પ્રોફેશ્નલ્સ ઉચ્ચ ડિગ્રી ધરાવતા હશે, એમાંય અમેરિકન યુનિવર્સિટીઝના ડિગ્રીધારકો હશે અને જેમને ઊંચો પગાર આપવો પડે તેમ હશે તેમને H-1B વિઝામાં પ્રાથમિકતા આપવી પડશે. તેનો અર્થ એ કે વિદેશી પ્રોફેશ્નલ્સને ઊંચો પગાર આપવો પડે એના બદલે આઈટી કંપનીઓ સ્થાનિક યુવાનોને જ રોજગારી આપવાનું પસંદ કરે. એ કારણે H-1Bના રજિસ્ટ્રેશનમાં ધરખમ ઘટાડો થયો છે.