વડોદરામાં ૨૬ મકાનોની સોસાયટીનું એક મકાન લઘુમતી કોમને વેચાણ
વડોદરામાં ૨૬ મકાનોની સોસાયટીનું એક મકાન લઘુમતી કોમને વેચાણ
Published on: 04th October, 2026

વડોદરાના તરસાલીમાં સુદર્શન પાર્ક સોસાયટીમાં એક મકાન અન્ય ધર્મના વ્યક્તિને વેચવાના મુદ્દે સ્થાનિક રહીશોએ સખત વિરોધ નોંધાવ્યો છે. તેમણે વેચાણ દસ્તાવેજ રદ કરવા અને વિસ્તારમાં અશાંતધારા (Disturbed Areas Act) લાગુ કરવાની માંગ કરી છે. સોસાયટીમાં કુલ ૨૬ મકાનો છે અને બધામાં હિન્દુ પરિવારો રહે છે. આ મકાન લઘુમતી કોમના પરિવારને વેચાયું છે, જે અશાંતધારાના નિયમોનો ભંગ હોવાનો રહીશોનો આક્ષેપ છે.