પોરબંદર શહેરમાં ૧૯૩ બંધ સ્ટ્રીટલાઈટનું સમારકામ
પોરબંદર શહેરમાં ૧૯૩ બંધ સ્ટ્રીટલાઈટનું સમારકામ
Published on: 04th October, 2026

પોરબંદર શહેરમાં નાગરિકોની સલામતી અને માર્ગોના પ્રકાશ માટે મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા રાત્રી અભિયાન હેઠળ ૧૯૩ બંધ સ્ટ્રીટલાઈટોનું સમારકામ કરાયું. આ કામગીરીમાં અલગ અલગ વોર્ડ વિસ્તારોને આવરી લેવાયા હતા. 'PMC Connect' મોબાઇલ એપ્લિકેશન મારફતે આવેલી ઓનલાઇન ફરિયાદોની પણ તાત્કાલિક સ્થળ તપાસ કરી બંધ લાઈટો રીપેર કરવામાં આવી હતી. ઇલેક્ટ્રિક ટીમો ફિલ્ડમાં ઉતરીને એક જ દિવસમાં કુલ ૧૯૩ સ્ટ્રીટલાઈટો પુનઃ કાર્યરત કરી હતી.