જાહેર સ્થળોએ ગંદકી ફેલાવતા વેપારીઓ સામે જુનાગઢ મનપાની કડક કાર્યવાહી
જાહેર સ્થળોએ ગંદકી ફેલાવતા વેપારીઓ સામે જુનાગઢ મનપાની કડક કાર્યવાહી
Published on: 04th October, 2026

જૂનાગઢ શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે મહાનગરપાલિકા (મનપા)ની ફુડ અને સેનિટેશન શાખા દ્વારા ઝાંઝરડા રોડ તથા રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં સઘન ડ્રાઇવ યોજાઈ. આ દરમિયાન, ગીતા લોજ જેવા સ્થળોએ પણ ચેકિંગ કરાયું. જાહેર સ્થળો પર ગંદકી ફેલાવનારા અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટનું પાલન ન કરનાર અનેક વેપારીઓને કુલ 53 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો, જેમાં બંસી એન્ટરપ્રાઇઝ અને દાનાભાઇ પાઉભાજીનો સમાવેશ થાય છે.