પાકિસ્તાનમાં 125 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી મદ્રેસા બનાવવાની ઘટના
પાકિસ્તાનમાં 125 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી મદ્રેસા બનાવવાની ઘટના
Published on: 01st September, 2026

પાકિસ્તાનમાં 125 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પાડીને મદ્રેસા બનાવવાના કિસ્સાથી લઘુમતિ સમુદાયમાં ભારે રોષ વ્યાપ્યો છે. લાહોર નજીક નારોબાલ વિસ્તારમાં આવેલા આ પ્રાચીન મંદિરને 'તહેરિક-એ- લબ્બૈક પાકિસ્તાન' (TLP) નામના કટ્ટરપંથી જૂથ દ્વારા તોડી પાડવામાં આવ્યું. અધિકારીઓનો દાવો છે કે ચોમાસામાં મંદિર જર્જરિત થઈ ગયું હતું, પરંતુ ત્યાં મદ્રેસા શા માટે બનાવવામાં આવી રહ્યું છે તે અંગે તેઓ સ્પષ્ટતા કરી શક્યા નથી. આ ઘટનાએ પાકિસ્તાનમાં હિન્દુ મંદિરોની સુરક્ષા પર પ્રશ્નાર્થ સર્જ્યો છે.