9 રાજ્યોમાં વરસાદ ઘટ્યો, શ્રીગંગાનગરમાં 42°C
9 રાજ્યોમાં વરસાદ ઘટ્યો, શ્રીગંગાનગરમાં 42°C
Published on: 12th July, 2026

દેશના લગભગ 70% હિસ્સામાંથી ચોમાસાના વાદળો ગાયબ થઈ ગયા છે, જેના કારણે રાજસ્થાન, દિલ્હી-NCR, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં આગામી 5 દિવસ વરસાદની સંભાવના ઓછી છે. વરસાદના અભાવે ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન વધ્યું છે, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 42°C નોંધાયું. જોકે, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે 440 રસ્તાઓ બંધ થયા છે. પ્રયાગરાજ-ઋષિકેશમાં ગંગાનું સ્તર વધ્યું છે. આંધ્ર પ્રદેશમાં હીટવેવનું એલર્ટ છે.