ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી
Published on: 12th August, 2026

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની અસરને કારણે આગામી સપ્તાહ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. સવારે 10 વાગ્યા સુધીમાં ચાર જિલ્લા અને બે સંઘપ્રદેશમાં મધ્યમ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે 21 જિલ્લામાં છૂટાછવાયા હળવા વરસાદનું યલો એલર્ટ છે. નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દમણ-દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.