અમરેલી: ધારીમાં અસહ્ય ગરમી બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
અમરેલી: ધારીમાં અસહ્ય ગરમી બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
Published on: 14th June, 2025

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલીના ધારી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થતાં લોકો ગરમીમાંથી રાહત પામી રહ્યા છે. ધારીના આંબાગાળા, ચાંચઈ, પાણીયા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ થયો છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં બફારા બાદ વરસાદ પડતાં વાતાવરણ ઠંડું થયું છે. નસવાડી તાલુકાના સાંકડીબારી, ગનિયાબારી ગામોમાં પણ આ અસર દેખાઇ રહી છે. ડાંગ જિલ્લામાં બપોરે ભારે બફારા બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો, ખાસ કરીને સાપુતારા અને આસપાસના ગામોમાં થોડી ઠંડક પ્રસરી જેનાથી લોકો અને પ્રવાસીઓમાં ખુશી ફેલાઈ છે.