Menu
આગોતરું આયોજન: માવઠું લંબાતા મોરબી જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી વહેલી શરૂ
આગોતરું આયોજન: માવઠું લંબાતા મોરબી જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી વહેલી શરૂ
Published on: 15th May, 2025

હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં એક સપ્તાહ વહેલું આવશે અને સમગ્ર સિઝનમાં સામાન્ય વરસાદ રહેશે. તેથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર પ્રી-મોન્સૂન કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા તૈયારીમાં છે. કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા લેવામાં આવેલી બેઠકમાં જનજીવન સુરક્ષિત કરવા સર્વે, સ્થળાંતર, વીજ પુરવઠો, અણાજ, દવાઓ તથા આવશ્યક વસ્તુઓના સ્ટોકની વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. રાઉન્ડ ક્લોક કંટ્રોલરૂમ અને રાહત ટીમોની કાર્યરત સ્થિતિ સુનિશ્ચિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ભારે વરસાદ અને આપત્તિ દરમિયાન તાત્કાલિન રાહત કાર્ય પૂર્ણ કરી શકાય.